<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

સમગ્ર નર્મદા જિલ્લામાં ત્રણ દિવસ એગ્રીકલ્ચર વીજ લાઈનો બંધ રહેવાની વાતે ખેડૂતો નારાજ

જેટકો કંપની દ્વારા ટાવર ઉભા કરવાની કામગીરી ચાલુ થતા એગ્રીકલ્ચર લાઈનો બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ શકે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય એમ જિલ્લામાં ત્રણ દિવસ સુધી એગ્રીકલ્ચર વીજ લાઈનો બંધ રહેવાની હોવાથી કેટલાક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ એમ જણાય છે

 વીજ કંપનીમાંથી મળતી માહિતી મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં જેટકો કંપની દ્વારા ટાવર ઉભા કરવાની કામગીરી ચાલુ કરતા આજથી ત્રણ દિવસ એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર ના દિવસે એગ્રીકલ્ચર વીજ લાઈનો બંધ રાખવામાં આવી છે. ટાવરની કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો ચાલુ કરાશે.
   જોકે નર્મદા જિલ્લામાં કેળા પકવતા કેટલાક ખેડૂતો ત્રણ દિવસ પાકમાં પાણી નહિ મળે તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે પરંતુ કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગળથી ખેડૂતોએ કેળામાં પાણી આપ્યું હશે તેને કોઈ તકલીફ નહિ પડે બાકી ત્રણ દિવસમાં કેળાના પાક ને નુકશાન થઈ શકે છે

(1:11 AM IST)