<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

લો હવે ઠગોએ રૂપિયા પડાવવાનો નવો કીમિયો શોધ્યો:ડેડીયાપાડાની એક મહિલાના ખાતા માંથી કુરિયર હેલ્પલાઇનના નામે રૂ.૯૯.૯૮૫ ઉપાડી લીધા

મિત્રએ મોકલેલ કુરિયરને ઓનલાઇન ટ્રેક કરતા ઠગે વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત દેશમાં અનેક પ્રકારે ઠગો લોકોને છેતરી ઓનલાઇન ફ્રોડ કરતા આવ્યા છે પોલીસે આ માટે અનેક તરકીબો અપનાવી અને લોકોને જાગૃત કરવા પણ અનેક કાર્યક્રમો કર્યા છતાં ઠગો નવા નવા કિમિયા શોધી લોકોના રૂપિયા પડાવી લે છે અને આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો જેમાં કુરિયર હેલ્પલાઇનના નામે એક મહિલાના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા

    પ્રાપ્ત વિગતો અનુસાર દિવ્યાબેન ડો/ઓફ કિર્તિભાઇ કાંતીભાઈ મોચી(હાલ રહે. ડેડીયાપાડા થાણા ફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા. મુળ રહે.અંબાસણ, મોચી વાસ, તા.જી.મહેસાણા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના એક મિત્રએ તેમને કુરીયર મોકલ્યું હતું, જે કુરીયર ને તેઓ ઓનલાઇન વેબસાઈટ ટ્રેકીંગ કરી જોતા હતા ત્યારે અજાણ્યા મો.નં.૯૬૩૫૫૭૦૦૮૪ થી તેમના મો.નં.૭૩૮૩૧૭૫૫૮૦ પર ફોન કરતા કુરીયર હેલ્પલાઇન માંથી બોલુ છું .તેમ કહી દિવ્યાબેન સાથે વિશ્વાસ કેળવી વોટ્સઅપ નંબર પર એક એપ્લીકેશન લીંક શેયર કરી મોબાઇલમા ઇન્સ્ટોલ કરાવડાવી મોબાઇલ ઉપર વીડીયો કોલથી પ્રોસેસ કરાવી મોબાઇલના સ્ક્રીનને તેની સાથે શેયર કરાવી રૂપીયા ૦૨ નુ ટ્રાન્જેક્શન કરાવી બેંક ખાતાની તમામ વિગતો મેળવી લઇ દિવ્યાબેન ની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી અલગ અલગ બે ટ્રાન્જેક્શન દ્રાર કુલ રૂ.૯૯.૯૮૫ -/ઉપાડી લઇ મોબાઇલના સ્ત્રોત દ્વારા કુરીયર સેવામા કામ કરતા વ્યકતિ તરીકેનુ ખોટુ રૂપ ધારણ કરી વિશ્વાસઘાત કરી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે અજાણ્યા ઠગ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(1:19 AM IST)