તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 13th November 2024
અમદાવાદ એરપોર્ટ પર મુકાયું છે અન્ડરવેઅરનું વેન્ડિંગ મશીન

અમદાવાદ, તા.૧૩: આપણે પહોંચી ગયા હોઈએ પણ બસ, ટ્રેન કે પ્લેન મોડું હોય તો સ્ટેશન કે ઍરપોર્ટ પર આપણે સમય પસાર કરવા માટે કશુંક શોધતા હોઈએ છીએ. કોઈ કૉફી શોધે કે કોઈ મૅગેઝિન કે કોઈ નાસ્તો શોધે. કયાં શું મળે છે એ જોતા હો અને તમારું ધ્યાન અચાનક અન્ડરવેઅર વેચતા વેન્ડિંગ મશીન પર પડે તો કેવું લાગે? કેવું લાગે એ અનુભવ કરવો હોય તો અમદાવાદ ઍરપોર્ટ પર જવું પડશે, કારણ કે અહીં લાગ્યું છે આ અન્ડરવેઅર વેન્ડિંગ મશીન. બમર નામની બ્રૅન્ડે આ મશીન મુકાવ્યું છે. ત્યાં આવતા-જતા મુસાફરો અત્યારે આ વેન્ડિંગ મશીન જોઈને આ?ર્ય પામી રહ્યા છે. એક ‘ઍક્સ'યુઝરે તો વેન્ડિંગ મશીનનો ફોટો પાડીને સોશ્યલ મીડિયામાં મૂકયો છે અને સવાલ પણ કર્યો છે કે ‘અન્ડરવેઅરનું વેન્ડિંગ મશીન મૂકવા પાછળનું કારણ શું? આવા વાહિયાત વિચારો કોને આવ્યા છે?' થોડા સમય પહેલાં કેટલાંક હવાઈ મથકોએ ભારત મૅટ્રિમોનીનાં કાઉન્ટર પણ શરૂ થયાં હતાં.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
