<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડ :સારવાર લેનારા 12 દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લવાયા:ફરીથી તપાસ કરાશે

2 દર્દીના મોત નીપજતાં સમગ્ર મામલો બહાર આવ્યો :હોસ્પિટલમાં સારવાર લેનારા 12 દર્દીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાંથી દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ આરોગ્યની ફેર તપાસ માટે લઇ જવાયા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ 19 દર્દીઓની એન્જીયોગ્રાફી કરાઇ હતી અને 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી. જેમાંથી 2 દર્દીના મોત નીપજતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે એવી વિગતો મળી રહી છેકે, હોસ્પિટલમાં સારવાર લેનારા 12 દર્દીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી આ દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ આરોગ્યની ફેર તપાસ માટે લઇ જવામાં આવ્યા છે.

કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થોડા દિવસ પહેલા એક હેલ્થ ચેક અપ કેમ્પ કરવામાં આવ્યો હતો. કેટલાક દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી તેમાંથી બે દર્દીના મોત નીપજતાં દર્દીના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દર્દીના પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યા બાદ અન્ય 12 દર્દીઓ કે જેમની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી. તેમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયા હતા. ત્યાંથી તમામ દર્દીને યુએન મહેતા હોસ્પિટલ લઇ જવાયા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં જે 12 દર્દીઓની સારવાર કરાઇ હતી તેમના આરોગ્યની ફેર તપાસનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુએન મહેતા હોસ્પિટલમાં આ 12 દર્દીઓના આરોગ્યની ફેર ચકાસણી કરવામાં આવનારી છે. ફેર ચકાસણી કરવામાં આવ્યા બાદ મોટા ખુલાસા થઇ શકે છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગત રવિવારે કડી તાલુકાના બોરીસણા ગામમાં વિનામૂલ્યે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ યોજ્યા બાદ હોસ્પિટલ દ્વારા સોમવારે 19 જેટલા દર્દીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને પરિવારની મંજૂરી વગર 19 દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાંથી 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. જે સાત દર્દીઓને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. તેમાંથી એક યુવક અને એક વૃદ્ધ દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર દર્દી આઇસીયુમાં સારવાર હેઠળ છે. બે દર્દીના મોત નીપજતાં ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

(7:25 PM IST)