તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
ડાકોરમાં અર્બન હેલ્થ સેન્ટરના ના નામે લાલીયાવાડી: 14 જેટલા આરોગ્ય કર્મીઓ કામકાજ માટે મકાન શોધે છે
અર્બન હેલ્થ સેન્ટરમાં 1 તાલુકા હેલ્થ ઓફિસર, 2 એફ. એચ. ડબલ્યું., 1 એસ આઈ અને 9 આશાબહેનો અને 1 કોમ્પ્યુટર ઓપરેટરને નિયુક્ત

ખેડામાં રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય તંત્રની લાલીયાવાડી સામે આવી છે. જોકે આ ઘટનામાં આ છેલ્લા 12 વર્ષથી ખેડામાં આવેલું ડાકોર અર્બન હેલ્થ સેન્ટર ખખડધજ હાલતમાં છે. આ અર્બન હેલ્થ સેંટરમાં છેલ્લા 12 વર્ષથી કોઈપણ સુવિધાઓ તબીબો અને દર્દીઓને મળી રહી નથી. તો આ ઘટનામાં ખાસ વાત તો એ છે કે, છેલ્લા 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન જ આપવામાં આવ્યું નથી.
ખેડામાં આવેલા ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન ન મળતા તબીબો રઝળી રહ્યા છે. તેથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરનું કોઈ યોગ્ય સરનામું જ નથી. જોકે આ અર્બન હેલ્થ સેન્ટરની માંગણી માગણી 12 વર્ષથી સરકારી ચોપડે માત્ર નોંધવા બરાબર છે. તેથી દરરોજ 14 જેટલા આરોગ્ય કર્મીઓ કામકાજ માટે મકાન શોધે છે. તેના કારણે ખાનગી હોસ્પિટલમાં બેસીને તેઓ પોતાનું કામ કરે છે. તો ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી.
જોકે આ અર્બન હેલ્થ સેન્ટરમાં 1 તાલુકા હેલ્થ ઓફિસર, 2 એફ. એચ. ડબલ્યું., 1 એસ આઈ અને 9 આશાબહેનો અને 1 કોમ્પ્યુટર ઓપરેટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ અર્બન હેલ્થ સેન્ટરમાં સરકારી દ્વારા મળતી વિવિધ બીમારીઓના સારવાર માટે નિયુક્ત કરવામાં આવ્યું છે. પરંતુ આટલા વર્ષો પછી પણ આ તબીબોને મકાન ફાળવાયું નથી. બીજી તરફ આ તબીબો ડાકોરમાં રહેતા આશરે 25 હજાર જેટલા લોકોની સારસંભાળ રાખે છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
