News of Wednesday, 13th November 2024
GPSC દ્વારા વિવિધ પોસ્ટ પર કુલ 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત :30મી સુધીમાં કરી શકશે અરજી
સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોટી સંખ્યામાં ભરતી બહાર પાડી

અમદાવાદ :સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. આયોગે વિવિધ પોસ્ટ માટે કુલ 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
અરજી પ્રક્રિયા આવતીકાલ 14 નવેમ્બરથી શરુ થશે. ઇચ્છુક ઉમેદવારો 30 નવેમ્બર સુધી ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.
GPSCએ જાહેરાત ક્રમાંક 68/2024-25 થી 81/2024-25 માટે જિલ્લા મલેરિયા અધિકારી-47 પોસ્ટ, મદદનીશ ઈજનેર-96 પોસ્ટ, મદદનીશ ઈજનેર સિવિલ-250 પોસ્ટ આ સિવાય બીજી અન્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવામાં આવી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
