News of Wednesday, 13th November 2024
સુરત: ઉધનામાં સાળાએ બહેન-બનેવીના ઘરનું તાળું તોડીને 16 .22 લાખ રૂપિયાની ચોરી કરી
આરોપીને સ્કૂટર લેવા માટે બનેવીએ પૈસા આપવાની ના પાડતા આ વાતનો ખાર રાખી બેન- બનેવી વીરપુર ગયા ત્યારે ઘરનું તાળું તોડી ચોરી કરી: આરોપી જયકુમાર ભંડારીએ ઘરેણા ચોરીને ઘરની દિવાલમાં ચણતર કરીને સંતાડ્યા

સુરતમાં સાળાએ બનેવીના ઘરે જ ધાડ પાડી દીધી છે, ઉમરા વિસ્તારમાં સાળાએ બનેવીના ઘરે જ ચોરી કરી. પોલીસે હાલ આરોપીને ઝડપી લીધો છે..
આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે આજથી ત્રણ મહિના પહેલા આરોપીને સ્કૂટર ખરીદવું હતું અને તેમાં 20 હજાર રૂપિયા ઘટતા હતા. એટલે આરોપીએ તેમના બહેન-બનેવી સમક્ષ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ બનેવીએ ના પાડતા રૂપિયા મળ્યા ન હતા..આ વાતનો ખાર રાખીને આરોપી સાળાએ બહેન-બનેવી વીરપુર ફરવા ગયા ત્યારે ઘરનું તાળું તોડીને 16 લાખ 22 હજાર રૂપિયાની ચોરી કરી હતી . આરોપી જયકુમાર ભંડારીએ ઘરેણા ચોરીને ઘરની દિવાલમાં ચણતર કરીને સંતાડ્યા હતા. પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ આરોપી પાસેથી જપ્ત કર્યો છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
