News of Thursday, 14th November 2024
રાજકોટ સહીત 6 શહેરમાં 14 પેઢીઓ પર SGSTના દરોડા : 4 બોગસ પેઢીઓ પણ ઝડપાઈ: 48 કરોડની કરચોરી ખુલી
સુરત, રાજકોટ, જુનાગઢ, ભરુચ, વાપી, ભાવનગર શહેરમાં SGSTની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યા :રૂપિયા 19.49 કરોડની કરચોરીમાં સંડોવાયેલા ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝના સંદીપ અનવર વિરાણીની ધરપકડ

અમદાવાદ :રાજ્યમાં ફરી એક વખત SGST વિભાગના દરોડા પડ્યા છે. રાજ્યમાં કોપરના વેપારીઓને ત્યાં SGSTના દરોડા પાડવામાં આવ્યા છે. 6 શહેરમાં 14 પેઢીઓ પર SGSTના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કરચોરી ઝડપાઈ છે.
સુરત, રાજકોટ, જુનાગઢ, ભરુચ, વાપી, ભાવનગર શહેરમાં SGSTની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યા અને તપાસ આદરી હતી. આ તપાસમાં કૂલ રૂપિયા 48 કરોડની કરચોરી સામે આવી છે. આ સાથે જ સરકારમાંથી વેરાશાખ મેળવતી 4 બોગસ પેઢીઓ પણ ઝડપાઈ છે. ત્યારે રૂપિયા 19.49 કરોડની કરચોરીમાં સંડોવાયેલા ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝના સંદીપ અનવર વિરાણીની ધરપકડ પણ કરવામાં આવી છે.
રાજ્યની GSTની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. આ વિગત થોડા દિવસ પહેલા જ જાહેર કરવામાં આવી હતી. ઓક્ટોબર 2024માં GSTની કૂલ આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા જેટલી વધુ છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
