News of Thursday, 14th November 2024
ISRA દ્વારા નાંદોદ તાલુકાના પાટણા ગામેથી જન યોજના સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાના સો ટકા સેચ્યુરેશન માટે ISRA વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુ બનીને કાર્ય કરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારીની વ્યક્તિગત જન કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી (ISRA) દ્વારા CMS ફાઉન્ડેશનના સહયોગથી નર્મદા જિલ્લામાં “જન યોજના સેતુ” પાયલોટ પ્રોજેક્ટનો નાંદોદ તાલુકાના પાટણા ગામે મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ વનિતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવીએ નાગરિકોને સંબોધતા જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે. સો ટકા સેચ્યુ રેશનની દિશામાં કાર્ય કરવા માટે ગામડાઓમાં જઈને સેવાસેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાનો લાભ પુરો પાડવામાં આવે છે. છતાં પણ કેટલાંક નાગરિકો સુધી લાભો પહોંચવાના રહી ગયા છે તેને પહોંચાડવામાં જે મુશ્કેલીઓ આવે છે તેને ISRA અને CMS જેવી સંસ્થાઓ વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે એક સેતુ બનીને કાર્ય કરતી હોય છે. ISRAનો આ “જન યોજના સેતુ” પાયલોટ પ્રોજેક્ટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે
આ કાર્યક્રમ દરમિયાન નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારે પણ પ્રાસંગિક ઉદબોધન કરી વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્યોમાં જનભાગીદારી વધારી સરકારના વિવિધ અભિયાનને વેગવંતા બનાવવા અપીલ કરી હતી. અને યોજનાની ચોક્કસ માહિતી હોય તો લેવામાં સરળતા રહે માહિતી હશે તો મંઝિલ સુધી પહોંચી શકશે તેમ જણાવી ન ખબર હોય તો સંસ્થાના લોકો પાસે સંબંધિત વિભાગ પાસેથી મેળવીને લાભ લઈ શકો છો.
ISRAના પ્રતિનિધિ ઋષિનભાઈ પટેલે તથા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સુ રેણું અગ્રવાલે સંસ્થાના આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. એક વર્ષ દરમિયાન ચાલનારા આ ભગીરથ કાર્યમાં સ્થાનિક ગામના યુવાનોને વોલેન્ટિયર્સ તરીકે જોડ્યા છે. જેઓ ગામના નાગરિકોના સતત સંપર્કમાં રહીને સંસ્થાના પ્રોજેક્ટમાં નક્કી કરાયેલી રાજ્ય અને કેન્દ્ર સરકારની ૧૫ જેટલી ફ્લેગશિપ યોજના, વ્યક્તિગત અને સામૂહિક લાભોની યોજનાઓ ઉપર કાર્ય કરશે. સંસ્થા દ્વારા વોલન્ટિર્સને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેઓ ગામે ગામ જઈને કેમ્પના માધ્યમથી નાગરિકોનું સશક્તિકરણ કરવા સાથે સરકારની યોજનાના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તેના માટે માર્ગદર્શન પુરૂં પાડી મદદરૂપ બનશે
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
