<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ડેડીયાપાડા પોલીસે મહારાષ્ટ્ર લઈ જવાતી 16 ભેંસો ભરેલ ટ્રક સહિત 11.65 લાખનો મુદ્દામાલ પકડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામે રામેશ્વર હોટલ પાસે રોડ પરથી પોલીસે ટ્રકમાં ભરી લઈ જતી ભેંસો સહિતનો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે
ડેડીયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન નિંઘટ ગામે રામેશ્વર હોટલ પાસે રોડ પરથી ટ્રક રજી.નં. GJ-09-Y-9867 માં ગાડીમાં ભરી ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજયમાં લઈ જવાતી ભેંસો નંગ-૧૬ ને કોઇ જરૂરી દસ્તાવેજ કે. કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણ પત્ર નહી રાખી મુંગા અબોલ પશુ ભેંસો ક્રુરતા પુર્વક ટુંકી દોરી વડે બાંધેલી ભેસો નંગ-૧૬ કિ.રૂ. ૧,૬૦,૦૦૦ તથા ટ્રક નંબર GJ-09-Y-9867 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦- તથા મોબાઈલ નંગ- ૦૧ ની કિ.રૂ.૫,૦૦૦- મળી કુલ કિ.રૂ.૧૧.૬૫,૦૦૦ ના મુદામાલની હેરાફેરી દરમ્યાન (૧) મનિયાર નાદીમ ગફાર (રહે.સેલંબા, જમાદાર ફળીયુ તા.સાગબારા, જી.નર્મદા )તથા (૨) આરીફભાઇ સમીમભાઈ ખાટકી ( રહે.સેલંબા, જમાદાર ફળીયુ તા.સાગબારા, જી.નર્મદા )નાઓ ને ઝડપી પાડ્યા હતા જ્યારે (૩) સુલેમાનશા ઉમરશા દિવાન( રહે.ઉમલ્લા તા. ઝઘડીયા જી.ભરૂચ )નાઓ ને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે.


 

(12:36 AM IST)