<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ધંધુકા – ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઇ: અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા

વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત: મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી હતી ખાનગી બસ

અમદાવાદઃ ધંધુકા – ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઇ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલ્ટી ગઇ હતી

 મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધૂકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી. જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ તરફ જઈ રહ્યા હતા.

   આ દરમિયાન ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. .

(11:26 AM IST)