<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે: કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુ અનુભવાય તેવી આગાહી

અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, મોરબી, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા: અમરેલી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ, આણંદ, ભરૂચ, બોટાદ, ગીર સોમનાથ,જામનગર, ખેડા, મોરબી, નર્મદા, પોરબંદર, સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. 

 બીજી તરફ અમરેલી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, બોટાદ, જુનાગઢ, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, મોરબી, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

(4:15 PM IST)