<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર મેહુલ રાજપાલ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

.મામલતદારની સાથે સ્ટેમ્પ વેન્ડર મોહન બારીયા ઝડપાયો:ફરિયાદી પાસેથી દાખલા માટે 5 હજારની લાંચ માગી હતી.

અમદાવાદ : રાજયમાં અવારનવાર સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. જો કે આ લાંચ લેતા અધિકારીઓને સિલસિલો યથાવત જ છે. દાહોદના સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. નાયબ મામલતદાર મેહુલ રાજપાલ લાંચ લેતા સકંજામાં છે.મામલતદારની સાથે સ્ટેમ્પ વેન્ડર મોહન બારીયા ઝડપાયો છે. ફરિયાદી પાસેથી દાખલા માટે 5 હજારની લાંચ માગી હતી.


 

(11:39 AM IST)