News of Thursday, 14th November 2024
અમદાવાદમાં વડોદરાના દંપતીનો તોડ કરનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
દંપતિની ચેકિંગના નામે કાર અટકાવી પોલીસ કોન્સ્ટેબલે રોકડ 12 હજાર રુપિયા,400 અમેરિકન ડોલર તેમજ વિદેશી દારુની બોટલ પડાવી લીધી : લિકર પરમીટ હોવા છતાં પોલીસ ટુકડીએ ગેરવર્તન કર્યું

અમદાવાદ :વડોદરાના દંપતીને અમદાવાદના અદાણી સર્કલ પર દંપતિની ચેકિંગના નામે કાર અટકાવી પોલીસ કોન્સ્ટેબલે રોકડ 12 હજાર રુપિયા,400 અમેરિકન ડોલર તેમજ વિદેશી દારુની બોટલ પડાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના 5મી નવેમ્બરના રોજ બની હતી. દંપતી પાસે લિકર પરમીટ હોવા છતાં પોલીસ ટુકડીએ ગેરવર્તન કરી દારૂ પડાવી લીધો, ખિસ્સામાંથી 14 હજાર પડાવી લીધા બાદ 2 હજાર પરત આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે આ બનાવ અંગે રામોલ PIને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
