<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

કાલે માનવસેવા-સનાતન સંસ્‍કૃતિ-સંવર્ધનના કેન્‍દ્ર બિન્‍દુ સમા વડતાલ દ્વિશતાબ્‍દી મહોત્‍સવનો વિરામ : જુઓ વિડિયો

દરરોજ ઉમટતા અસંખ્‍યા હરિભકતો : પ.પૂ. ધ. ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજની અધ્‍યક્ષતામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

પ્રથમ તસ્‍વીરમાં હરિભકતોનું ઘોડાપુર, બીજી તસ્‍વીરમાં પૂ. રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ લેતા પૂ. રાધારમણદાસજી સ્‍વામી તથા ત્રીજી તસ્‍વીરમાં સત્‍સંગનો લાભ આપતા પૂ. રાધારમણ સ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીરઃ દર્શન મકવાણા)

જામજોધપુર, તા. ૧૪ : વડતાલ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ : માનવ સેવા-સનાતન સંસ્‍કળતિ-સંવર્ધનનું પણ કેન્‍દ્રબિંદુ   વડતાલ દ્વિશતાબ્‍દી મહોત્‍સવના વિરામ તરફ આગળ વધી રહ્યા છે. મહોત્‍સવના વિરામપહેલા જ આપણે અનેક નવા અધ્‍યાય અને આયામોની શરૂઆત કરી ચૂકયા છીએ જેને લીધે વિશ્વ પ્રસિધ્‍ધ વડતાલ મંદિર માત્ર ઉપાસના નું કેન્‍દ્ર ના બની રહેતા માનવ સેવાનું અને સનાતન સંસ્‍કળતિ સંવર્ધનનું પણ કેન્‍દ્રબિંદુ બની રહ્યું છે.

શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્‍સંગીઓ માટે ઐતિહાસિક આ ક્ષણમાં મોટી સંખ્‍યામાં સંતો અને હરિભકતો જોડાઇ રહ્યા છે. કાલે વડતાલધામમાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવ વિરામ લેશે. પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજની અધ્‍યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. દરરોજ ભાવિકોની ભીડ જામે છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ વડતાલધામ મુકામે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દિવ્‍ય સાનિધ્‍યમાં દ્વિશતાબ્‍દી મહોત્‍સવ આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે ભવ્‍યાથી ભવ્‍ય અને દિવ્‍યાથી દિવ્‍ય રીતે ઊજવાય રહ્યો છે ત્‍યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પ.ધ.ધું.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની અધ્‍યક્ષતામાં તથા વડતાલના ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્‍વામી , કોઠારી શ્રી ડો.સંત વલ્લભદાસજી સ્‍વામી ,પૂ.નૌતમદાસજી સ્‍વામી ,પૂ

માધવપ્રિયદાસજી સ્‍વામી સહિત હજારો સંતોની પાવન ઉપસ્‍થિતિમાં રાજકોટ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત શાષાી પૂ.રાધારમણદાસજી સ્‍વામી (જામજોધપુર વાળા) ના વ્‍યાસાસને વ્‍યાખ્‍યાન માળા યોજાઈ હતી , શાષાી પૂ.રાધારમણ દાસજી સ્‍વામીએ વ્‍યાખ્‍યાન માળાનો અલભ્‍ય લાભ આપ્‍યો હતો , હજારોની સંખ્‍યામાં હરિભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા અને વ્‍યાખ્‍યાન માળાનો દિવ્‍ય લાભ લીધો હતો ,વ્‍યાખ્‍યાન માળા બાદ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પૂ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શાષાી પૂ.રાધારમણદાસજી સ્‍વામીને ભેટી પડ્‍યા હતા . મહારાજશ્રીએ પૂ.રાધારમણ દાસજી સ્‍વામીને પ્રસાદીનો હાર પહેરાવી રૂડા આશીર્વાદ પાઠવ્‍યા હતા , જે ઉપરોક્‍ત તસવીરોમાં નજરે પડે છે

(1:14 PM IST)