<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ભોગ બનેલા લોકો પાસેથી સાયબર માફિયા ગેંગના માસ્‍ટર માઈન્‍ડનાં સ્‍કેચ ત્‍યાર કરાવી વાયરલ કર્યા

ડિજિટલ અરેસ્‍ટ કરતા નકલી અધિકારીઓ સામે અનુપમસિંહ ગેહલોત ટીમ અંતે મેદાને.. ગુજરાતમાં સુરતથી પ્રારંભ...આખા રાજ્‍યમાં આ અભિયાન હર્ષ સંઘવી વિસ્‍તારવા માગે છે : બીજા લોકો સ્‍કેચ નિહાળી મહાઠગોને ઓળખી, ડરના કારણે લોકો રકમ ન ચૂકવે તેવા હેતુ સાથે ભીડ વચ્‍ચે લોકો કે પોલીસ ઓળખી કાઢે તેવા લોક હિતમા સીપીનાં સઘન પગલાંઓની સરાહના

રાજકોટ તા. ૧૪ : ગુજરાતભરમાં ડિજિટલ એટેસ્‍ટ નામનું તુત ઉભુ કરી બનાવટી પોલીસ મથક કે આઇપીએસ અધિકારી જેવો યુનિફોર્મ, કેપ, અને સ્‍ટાર લગાડી લોકો પાસે મોટી રકમ ઠગવાના વધતા બનાવોથી ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્ર ચોંકી ઉઠયું છે, નકલી પોલીસ અધિકારી કે કસ્‍ટમ અધિકારીની આખી ઓફિસનો સેટ ઊભો કરી લોકોને અસલી લાગે તેવા ખેલ નાખતા આ મહા ઠગો કેવા છે? તેનું કોઈ વર્ણન પોલીસ પાસે ન હોવાથી સુરતના જાગળત પોલીસ કમિશનર દ્વારા આવા કાંડનો ભોગ બનેલ લોકો કેવા દેખાઈ છે? તેની જાણકારી મેળવવા ગુજરાતમાં સહુ પ્રથમ વખત આવા ડિજિટલ અરેસ્‍ટનાં મહાઠગ લોકોના વિવિધ લોકો પાસેથી વર્ણન મેળવી તેના સ્‍કેચ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.  સુરત એટલે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું હોમ ટાઉન હોવાથી તેઓ પણ સુરત સીપીનાં આવા પ્રયોગથી પ્રસન્ન થઇ આખા ગુજરાતમાં નિષ્‍ણાતો પાસે આવા સકેચ બનાવી જંગ શરૂ કરનાર હોવાનું સૂત્રો જણાવે છે.          

 તાજેતરમાં સુરત પોલીસ. કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ નવતર પ્રકારના અભિયાન અંતર્ગત પ્રિન્‍ટ મીડિયા અને ડિજિટલ મીડિયા, ઈલેક્‍ટ્રોનિક મીડિયાનો સાથ મેળવી સર્વ પ્રથમ વખત વિવિધ ફરિયાદી દ્વારા અપાયેલ આરોપીઓનાં વર્ણન આધારે તૈયાર કરાયેલ સ્‍કેચ માધ્‍યમો મારફત લોકોની જાણકારીમાં મૂકયા છે.                             

અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે પોલીસ પાસે આવા આરોપીના કોઈ રેકોર્ડ ન હોવાથી તેમના સુધી પહોચવા લોકોની મદદ લેવાઇ છે, આવા સ્‍કેચની ઉપયોગિતા અંગે તેઓએ જણાવેલ કે આવા સ્‍કેચ વાયરલ થવાથી લોકોને ડરાવવા આવા નકલી અધિકારીઓ સામે આવશે, તે સમયે ઘણા લોકો ઓળખી જશે, અને ડર્યા વગર મક્કમતાથી રકમ ચૂકવવા ઇનકાર કરશે. પોલીસને જાણ કરશે, એટલે સ્‍કેચ પરફેકટ છે કે માયનોર ફેરફાર છે? તે આધારે પોલીસ તપાસની દિશામાં મહત્‍વનો પ્રગતિ થશે .  આવા વર્ણનવાળા સ્‍કેચવાળા વ્‍યક્‍તિ કોઈ જગ્‍યાએ કોઈ લોકો કે પોલીસને નજરે પડશે તો તેમને પકડવામાં ખૂબ મદદરૂપ બનશે  તેઓએ લોકોને ડર્યા વગર પોલીસનો કોન્‍ટેક્‍ટ કરવો, પોલીસ મદદરૂપ બનશે તેવી ખાતરી આપેલ.

(2:31 PM IST)