News of Thursday, 14th November 2024
PMJAY યોજના અંતર્ગત સરકારે ખ્યાતિ હોસ્પિટલને પાંચ મહિનામાં ૩.૬૬ કરોડ ચૂકવ્યા
સૌથી વધુ ૬૦૫ કેસ હૃદયરોગના દર્દીઓને લગતા હતા અને તેમની સારવાર પેટે સરકારે ૨.૭૭ કરોડ જેટલી મોટી રકમ ચૂકવી

અમદાવાદ, તા.૧૪: શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ડોકટરોએ PMJAY યોજના અંતર્ગત વધુ રૂપિયા મેળવવા દર્દીઓના પરિવારોને જાણ કર્યા વગર એન્જીયોપ્લાસ્ટી કરી દીધી હતી, જેણે કારણે બે દર્દીઓને મોત નિપજ્યા હતાં. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સરકાર સફાળી જાગી છે અને તાપસ હધા ધરવામાં આવી છે, હવે ખ્યાતિ હોસ્પિટલ અન્ય ઘણા કોભંડો બહાર આવી રહ્યા છે.
એક અહેવાલ મુજબ PMJAY યોજના હેઠળ છેલ્લા જૂન ૨૦૨૪થી ૧૨મી નવેમ્બર ૨૦૨૪ સુધીના પાંચ મહિના અને ૧૨ દિવસના સમય ગાળા દરમિયાન ૬૫૦ કેસમાં સારવારને માટે ૩.૬૬ કરોડ જેટલી જંગી રકમ મેળવી છે. જેમાં સૌથી વધુ ૬૦૫ કેસ હૃદયરોગના દર્દીઓને લગતા હતા અને તેમની સારવાર પેટે સરકારે ૨.૭૭ કરોડ જેટલી મોટી રકમ ચૂકવી છે. હૃદયરોગ સિવાયની અન્ય સર્જરી પેટે સરકારે ખ્યાતિ હોસ્પિટલને ૮૯.૮૭ લાખ ચૂકવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને જૂન ૨૦૨૪થી ૧૨મી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૩૮૦ એન્જિયોગ્રાફી, ૨૨૦ એન્જિયોપ્લાસ્ટિ અને ૩૬ બાયપાસ સર્જરી સહિતના હૃદયરોગના કેસની સારવાર પેટે ૨.૭૭ કરોડ ચૂકવ્યા છે. તમામ પૈસા PMJAY યોજના હેઠળ મેળવાયા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલને ૨૨૦ ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામની સારવાર માટે ૪૯,૭૮,૮૩૬ રૂપિયા, ૩૬ કોરોનરી બાયપાસ સર્જરી માટે ૬,૧૨,૫૪૦ રૂપિયા, ૩૮૦ કોરોનરી એન્જિયોગ્રાફી માટે રૂ. ૬,૮૨,૬૪૦ની રકમ સરકાર પાસેથી મળી છે.
આ ઉપરાંત બે AICD (ડબલ્લ ચેમ્બર) માટે રૂ. ૦૬,૪૦૦, બે ડબલ્લ વાલ્વ પ્રોસિજર માટે રૂ. ૨૭,૬૯૫, બે મિટુલ વાલ્વ માટે રૂ. ૧૮,૭૮૦, એક ઓર્ટિક વાલ્વ માટે રૂ, ૩.૪૯,૩૯૦, બે ટ્રિપલ વાલ્વ પ્રોસીજ માટે રૂ ,૮૫,૧૮૦, એક ઓર્ટો બાયપાસ માટે રૂ. ૬૫,૧૪૫, એક કાયમી પેસમેકર (ડબલ ચેમ્બર) માટે રૂ. ૩૩,૬૩૦, એક ઓર્ટો ઇલિયાક બાયપાસ માટે રૂ. ૩૨,૫૭૦, એક PDA કલોઝર વાયા થોરાકોટોમી માટે રૂ. ૬,૨૪૦, એક એન્જિયોગ્રાફી માટે રૂ. ૬૬૯ સહિત કુલ ૬૫૦ કેસમાં રૂ. ૩,૬૬,૮૭,૧૪૩ની રકમ ખ્યાતિ હોસ્પિટલને સરકાર પાસેથી મળી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
