<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

પોલીસ ભરતીની શારીરિક પરિક્ષા ૨૫ નવેમ્‍બરે નહિ, ૧૦ થી ૧૫ ડિસેમ્‍બર દરમિયાન લેવાશે

ખાખી ધારણ કરવા સખત મહેનત કરી રહેલા પરિક્ષાર્થીઓને મળશે વધુ સમય

અમદાવાદ તા. ૧૪: ખાખી વરદી ધારણ કરી પોલીસ બનવા માટે સખત મહેનત કરી રહેલા રાજ્‍યના ઉમેદવારોને શારીરિક પરિક્ષાની તૈયારી માટે વધુ સમય મળવાનો છે. આગામી ૨૫મી નવેમ્‍બરે જે શારીરિક કસોટી લેવામાં આવનારી હતી તે હવે આ મહિને નહિ પરંતુ ડિસેમ્‍બરમાં લેવામાં આવશે તેમ જાણવા મળ્‍યું છે. આ જોતાં પરિક્ષાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળી રહેશે.

રાજકોટ સહિત રાજ્‍યભરમાં અનેક યુવાનો, યુવતિઓ પોલીસ બનવા માટેની તૈયારીઓ ચાર, છ મહિનાથી કરી રહ્યા છે. સોૈથી પહેલા શારીરિક કસોટી એટલે કે દોડમાં તેઓને ઉતિર્ણ થવું પડે છે. આ માટે પરિક્ષાર્થીઓ ઘણા મહિનાથી મહેનત કરી રહ્યા છે. અલગ અલગ કોચ દ્વારા તેઓ ખાસ તાલીમ રહ્યા છે. આગામી ૨૫મી નવેમ્‍બરે શારીરિક કસોટી લેવાશે તેવું જાહેર થઇ ગયું હતું. પરંતુ હવે આ પરિક્ષા પાછળ ઠેલવામાં આવી છે તે મુજબ આગામી ૧૦ થી ૧૫ ડિસેમ્‍બર વચ્‍ચે હવે પરિક્ષા લેવામાં આવશે. આ જોતાં ઉમેદવારોને શારીરિક કસોટીની તૈયારી માટે વધુ સમય મળી રહેશે.

માહિતી મુજબ ેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્‍યા છે. રાજ્‍ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. નોંધનીય છે કે, પહેલાં ૨૫ નવેમ્‍બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્‍બરના બદલે ડિસેમ્‍બરમાં યોજવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૧૦ થી ૧૫ ડિસેમ્‍બરની વચ્‍ચે કોન્‍સ્‍ટેબલ, પીએસઆઇ અને પીઆઇની ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શકયતા છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હવે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મોડું થતાં ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે.

(3:25 PM IST)