News of Thursday, 14th November 2024
ગુજરાતમાં સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારી બનવાની તક : 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની કૂલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું:ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી

અમદાવાદ :ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની કૂલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, નોકરી પ્રકાર, વય મર્યાદા, પદાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આપી છે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી
ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ હસમુખ પટેલે પોતાના સત્તાવાર ટ્વીર હેન્ડલ પર ટ્વીટ કરીને ભરતી અંગે માહિતી આપી હતી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 605 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 14 સપ્ટેમ્બર 2024 બપોરે 13.00 વાગ્યાથી 30 સપ્ટેમ્બર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
જીપીએસસીની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
