<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

સુરત જિલ્લા પંચાયતની સામે ઉમેદવારોની લાંબી કતારો: વ્યવસ્થાનો અભાવ :ભારે હાલાકી ભોગવવી

તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં ન આવતા ઉમેદવારોમાં રોષ: આખરે સીડીઓ અને લોબીમાં બેસેલા ઉમેદવારોને પંચાયત ઓફિસમાં જગ્યા કરી

સુરત : રાજ્યમાં વિદ્યાસહાયકોની કુલ 13582 પદ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી માટે ઓનલાઈન અરજી 7 નવેમ્બર 2024 પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ગુજરાતી અને અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

   ગુજરાતમાં વિદ્યાસહાયકોની નોકરી માટે સુરત જિલ્લા પંચાયતની સામે લાંબી લાઈનો લાગી હતી. તો સુરત જિલ્લા પંચાયતમમાં સુરત અને તાપી સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી નોકરી મેળવવા માટે ઉમેદવારો આવ્યા હતા. તો પ્રથમ તક મેળે તે માટે ઉમેદવાદો મોડી રાત્રેથી જ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ઓફિસ બહાર બેસી ગયા હતા. ત્યારે કામગીરી શરૂ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો

  આ ઉમેદવારો પૈકી અનેક માતાઓ પોતાના સંતાનોને ઘરે એકલા મૂકીને આવી હતી, તો કોઈ મહિલાઓ પોતાના બાળકોને પાડોશીને ત્યાં મૂકીને આવી હતી. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં ન આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો

  જોકે આખરે સીડીઓ અને લોબીમાં બેસેલા ઉમેદવારોને પંચાયત ઓફિસમાં જગ્યા કરી આપવામાં આવી હતી. તેની સાથે કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી હતી.


 

(10:30 PM IST)