News of Thursday, 14th November 2024
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને વૈશ્વિક અગ્રણી કંપની Jabil વચ્ચે મહત્વપૂર્ણ MoU સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતની ટેક ઇકોસિસ્ટમમાં નવું સીમાચિન્હ ઉમેરાયું

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતની ટેક ઇકોસિસ્ટમમાં નવું સીમાચિન્હ ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને વૈશ્વિક અગ્રણી કંપની Jabil વચ્ચે મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની #MakeInIndia પહેલને વેગ આપતા આ MoU અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR)માં ₹1000 કરોડના સંભવિત રોકાણ સાથે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ EMS યુનિટ શરૂ કરવામાં આવશે.
આ નવા યુનિટ સાથે Jabil અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે.,
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
