News of Friday, 15th November 2024
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માટે રૂ.૩૦૦૦ કરોડના ખર્ચે “ક્લીન એર એક્શન પ્લાન”
રાજ્ય સરકાર નેટ ઝીરો ટ્રાન્સપોર્ટ પ્લાન અને મધ્યમ કદના શહેરોમાં પાઇલોટ પ્રોજેક્ટના સંશોધન અને અમલીકરણ અંગે વિચારી રહ્યું છે

ગાંધીનગર: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ ૪ શહેરો હવાની નબળી ગુણવત્તાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને રાજ્ય સરકારે આ ૪ શહેરો માટે રૂ.૩૦૦૦ કરોડની યોજનાની દરખાસ્ત કરી છે. જેપીસીએ ઔદ્યોગિક પ્રવૃતિઓમાં થયેલા વધારા અને વાહનોના વધી ગયેલા વપરાશને કારણે, આ શહેરોમાં હવાની ગુણવત્તા ખરાબ કરવા માટેના પરિબળો તરીકે ઓળખી કાઢ્યા છે. રાજ્ય સરકારે આ માટે “ક્લીન એર એક્શન પ્લાન” તૈયાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને વધી રહેલી વસ્તીને કારણે શહેરી આંતરમાળખા પર અને પર્યાવરણીય ટકાઉતા પર ભારે દબાણ ઊભું થયું છે. આ શહેરોમાં આર્થિક હબ વિકસી રહ્યા હોવાથી રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે લાંબા ગાળાની ટકાઉતાની ખાતરી માટે પર્યાવરણના રક્ષણની સાથે વિકાસને સંતુલિત કરવો પડશે. ઉપરોક્ત એક્શન પ્લાનના ભાગરૂપે રાજ્ય સરકાર નેટ ઝીરો ટ્રાન્સપોર્ટ પ્લાન અને મધ્યમ કદના શહેરોમાં પાઇલોટ પ્રોજેક્ટના સંશોધન અને અમલીકરણ અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ હવાનું પ્રદૂષણ ઓછું કરવાનો, જાહેર આરોગ્યમાં સુધારો કરવાનો અને ટકાઉ શહેરી મોબિલીટીને વેગ આપવાનો છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
