તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ પૂર્ણિમાએ ભક્તોનો ધસારો : રણછોડરાયજીના ડાકોર આગમનને આજે 869 વર્ષ પૂર્ણ થયા
-- . શ્રદ્ધાળુઓને મન કારતક પૂર્ણિમાના દર્શનનો વિશેષ મહિમા: મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો.

ખેડા: યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ પૂર્ણિમાએ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. કારતક પૂર્ણિમાના અવસરે જ રાજા રણછોડ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા. રણછોડરાયજીના ડાકોર આગમનને આજે 869 વર્ષ પૂર્ણ થયા છે. ભક્ત બોડાણાની ભક્તિને વશ થઈ રણછોડરાય ડાકોર પધાર્યા હતા. શ્રદ્ધાળુઓને મન કારતક પૂર્ણિમાના દર્શનનો વિશેષ મહિમા છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો
ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દ્વારકાધીશ દ્વારકા નગરી છોડી ડાકોર આવી ડાકોર નાં ઠાકોર બન્યાં ને આજે ૮૬૯ વરસ પૂર્ણ કરી ૮૭૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરશે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
