<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરે પહોંચ્યું : રામોલ-હાથીજણમાં હવા સૌથી ઝેરી

રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI-400ને પાર: શહેરમાં સરેરાશ AQI-225 નોંધાયો

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં પ્રદુષણમાં વધારો થયો છે,  શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે છે. રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI-400ને પાર છે. રામોલ-હાથીજણમાં હવા સૌથી ઝેરી, AQI-452 નોંધાયો. વટવામાં AQI-449, રિવરફ્રન્ટ પર AQI-435 છે. શહેરમાં સરેરાશ AQI-225 નોંધાયો છે. પ્રદૂષિત હવાથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ વધવાની શક્યતા છે.

(12:21 PM IST)