તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
આણંદની મહિલાને યુકેના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને બે આરોપીઓએ રૂપિયા 18.40 લાખ પડાવ્યા
-- બંને શખ્સોએ અન્ય કેટલાક લોકોને પણ લાખો રૂપિયાનો ચૂનો ચોપડયો હોવાની શંકા

આણંદ શહેરના વિદ્યા ડેરી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી મહિલાને યુકેના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક ખાનગી કંપનીના બે ડિરેક્ટરોએ રૂપિયા 18.40 લાખ મેળવી વિઝા નહીં અપાવી છેતરપિંડી આચરી હોવાના બનાવો અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 1 બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ બંને શખ્સોએ અન્ય કેટલાક લોકોને પણ લાખો રૂપિયાનો ચૂનો ચોપડયો હોવાની શંકા છે.
આણંદના વિદ્યા ડેરી રોડ પર આવેલી મંગલ નગર સોસાયટીમાં રહેતા રાજશ્રીબેન જેકીભાઈ પરમાર ગત તારીખ 15-8-2023ના રોજ મોબાઈલમાં આઈઈફોર યુ ગ્લોબલ પ્રા.લીની એક જાહેરાત જોઈ યુકેના વર્ક પરમીટ વિઝા માટે જાહેરાતમાં આપેલા નંબર ઉપર સંપર્ક કયી હતો. જેમાં જુહાલ સિરાજ કે. નામના વ્યક્તિએ તેઓની સાથે વાત કરી કંપનીમાં રજીસ્ટ્રેશન કરવા સાથે 18.40 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
