તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
સંતરામપુરની મુસ્લિમ મહિલાને ટ્રિપલ તલ્લાકનો કેસ : પરિણીતાએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની કરી માંગ
એક મુસ્લિમ મહિલાને પતિએ ટ્રિપલ તલાક આપતાં ફરિયાદ કરી: ધરપકડ બાદ જામીન પર છૂટ્તા મહિલાએ ઈચ્છામૃત્યુની ગુહાર લગાવી : લગ્નના નવ વર્ષ પછી સંતાન ના થતાં પતિ-સાસરિયાનો ત્રાસ

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની એક મુસ્લિમ મહિલાને પતિએ ટ્રિપલ તલાક આપતાં, તેણીએ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે પતિની ધરપકડ કરી હતી. પરંતુ પતિ જામીન પર છૂટતા, મહિલાએ રાષ્ટ્રપતિ સમક્ષ ઇચ્છામૃત્યુ માટે પરવાનગી માગતી અરજી કરી હતી. જેનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
આ મહિલાના નવ વર્ષ પહેલા જાવેદ મુસ્તાક કોઠારી સાથે લગ્ન થયા હતા. નવ વર્ષના લગ્નજીવન બાદ પણ સંતાન ન હોવાને કારણે પતિ અને સાસરિયાનો શારીરિક અને માનસિક ત્રાસ ભોગવવો પડ્યો હતો, પણ પિતા ગરીબ અને પરિસ્થિતિ અનુકૂળ ન હોવાને કારણે તે ત્રાસ સહન કરવા મજબૂર હતી.
આ દરમિયાન પતિ જાવેદ કોઠારીએ વ્હોટ્સએપ મેસેજ દ્વારા પરિણીતાને તલાક આપી દેતા તેણે મહિલા પોલીસ મથકે પતિ જાવેદ કોઠારી તેમજ તેના પરિવારના સદસ્યો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી હતી. પરંતુ તેનો જામીન પર છૂટકારો થતાં પરિણીતાએ રાપતિ, ગૃહ વિભાગ, મુખ્ય મંત્રી સહિત જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે લેખિતમાં રજૂઆત કરી છે, તેમજ ન્યાય ના મળે તો ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતા આ બાબતે જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. તેમજ પરિણીતા દ્વારા આ કિસ્સામાં પતિને પોલીસ અધિકારી દ્વારા જામીન આપી દેવાયા હોવાના પણ ગંભીર આક્ષેપો કરાયા છે.
આ બાબતે મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આરોપીને પોલીસ દ્વારા જામીન આપવામાં આવ્યા હોવા બાબતે પણ તપાસ કરાઈ રહી છે. તેમજ જો તેમાં કોઈ પોલીસ અધિકારી કસૂરવાર જણાશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેમજ ફરિયાદી મહિલાને પણ પોલીસ સ્ટેશન બોલાવી તેનો પક્ષ સાંભળી જરૂરી ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરાશે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
