<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વઝીરાણી સાત દિવસના પોલીસ રિમાન્ડ:મૃતકને ઇન્જેક્શન આપનાર અંગે પૂછપરછ

આરોપી ડોક્ટરને પાછલા બારણેથી સીધો કોર્ટમાં રજૂ કર્યો:વકીલો-પક્ષકારોમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડોકટરને લઈ રોષની લાગણી જોવા મળી હતી

અમદાવાદ : નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મોત નીપજવાના ચકચારભર્યા કેસમાં ધરપકડ કરાયેલા ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં 35 મિનિટ સુધી રિમાન્ડ અરજીની સુનાવણી ચાલી હતી.

ન્યાયાધીશ એચ.પી.ચોપડાએ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના તારીખ 21 નવેમ્બર સુધીના મંજૂર કર્યા હતા. પોલીસે મીડિયાથી બચવા આરોપી ડોક્ટરને પાછલા બારણેથી સીધો કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, વકીલો-પક્ષકારોમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડોકટરને લઈ રોષની લાગણી જોવા મળી હતી.

તપાસમાં માહિતી સામે આવી છે કે, મરણ જનાર મહેશ બારોટ અને નાગરભાઈ સેનમાની એન્જીઓપ્લાસ્ટી થયા બાદ તેમની તબિયત વધુ લથડી હતી. ત્યારે હાલના આરોપી ડોક્ટર પ્રશાંત વઝીરાણી ત્યાં હાજર ન હતા. તે સમયે અન્ય ડોક્ટરે આ બંને દર્દીને ઇન્જેક્શન આપ્યું હતું. તો આ ઈન્જેક્શન આપનાર તબીબ કોણ હતું તે નામ ડોક્ટર પ્રશાંત વજીરાણી જણાવતા નથી તે મામલે તપાસ કરવાની છે.

તપાસનીશ અધિકારીએ રિમાન્ડ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તારીખ 11 નવેમ્બરના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં બોરીસણા ગામના 19 વ્યક્તિઓની એન્જીઓગ્રાફી અને સાત દદીઓની એન્જીઓપ્લાસ્ટી આરોપીએ કરી છે તો એક જ દિવસમાં આ કામ થઇ શકે કે નહીં? તે મુદ્દે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરવાની છે.

(2:21 PM IST)