તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકતા કારનો કુરચો બોલી ગયો : પરિવારના તમામ ૪ સભ્યોના ઘટના સ્થળે મોત
શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરતો હતો ત્યારે નેશનલ હાઈ-વેના પુલ ઉપરથી કાર નીચે ખાબકતા ગાડીમાં બેઠેલા એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું ઘટનામાં મૃત્યુ થતા અરેરાટી :

અમદાવાદ તા.૧૫ :રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજરોજ દેવ દિવાળીના દિવસે શામળાજીના દર્શન કરીને પરત જતી વેળાએ એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા.
દેવ દિવાળીના દિવસે ભક્તો મોટી માત્રમાં ભગવાનના દર્શન કરવા જતા હોય છે. ત્યારે આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. જેમાં અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી.
નીચે ખાબકતા કારનો કુરચો બની ગયો હતો. તથા પરિવારના તમામ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા ટીંટોઇ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈ-વે પર થયેલ દુર્ઘટનામાં શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરતો હતો. જેમાં નેશનલ હાઈ-વેના પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી. ગાડીમાં બેઠેલા એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું ઘટનામાં મૃત્યુ થયું હતુ.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
