તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ગુજરાતમાં મતદારયાદી સુધારણા માટે ૩ દી' ખાસ ઝુંબેશ
તા. ૧૭, તા. ર૩ અને ર૪ નવેમ્બરના રોજ સવારે ૧૦ થી સાંજે ૦પ કલાક સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે મતદાન મથકે ઉપસ્થિત રહેશેઃ નામ નોંધણી, સુધારા-વધારા અને નામ કમી કરાવી શકાશે

અમદાવાદ તા. ૧પ ગુજરાત રાજયમાં મતદારયાદી સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. જેમાં એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચીન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સ઼ક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ર૦ર૪ અંતર્ગત રાજયભરમાં તા. ૧૭ નવેમ્બર તથા તા. ર૩ અને ર૪ નવેમ્બર,ર૦ર૪ ના રોજ ખાસ ઝુંબેશ દિવસ યોજવામાં આવશે.
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજાનાર ખાસ ઝુંબેશના દિવસોમાં રાજયના તમામ મતદાન મથક ખાતે સવારે ૧૦ કલાકથી સાથે ૦પ કલાક સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. આગામી તા.૧૦ જાન્યુ. ર૦રપ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. સાથે જ જે યુવાઓના તા. ૦૧ જાન્યુ. ર૦રપ થી તા.૦૧ ઓકટો. ર૦રપ દરમિયાન ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ એડવાન્સ એપ્લિકેશન કરી સંબંધિત કવાર્ટરમાં તેમનું નામ નોંઘાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. ખાસ ઝુંબેશના દિવસો સિવાય તા. ર૮ નવેમ્બર ર૦રપ સુધી સંબંધિત જિલ્લા કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે. સાથે જ જરૂર જણાયે અરજી પણ રજુ કરી શકશે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
