તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
સ્વામિનારાયણ ભગવાને સુખી જીવન જીવવાનું જ્ઞાન આપ્યુ : નીતિન પટેલ
વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું ઉદ્બોધન

રાજકોટ, તા. ૧પ : ખેડા જિલ્લાના વડતાલધામ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ દ્વિશતાબ્દી મહોત્સવનું આજે સેકડો હરિભકતોની હાજરીમાં સમાપન થયું છે. રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે મહોત્સવમાં ઉપસ્થિત રહી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ સંતોના આશીર્વાદ લીધા હતા. તેમને સાંપ્રદાયનો મહિમા વર્ણવી મહોત્સવમાં પોતાને સ્વભાગી બનાવવા બદલ ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી વિગેરેનો આભાર માન્યો હતો.
શ્રી નીતિન પટેલે હરિભકતોની જંગી સભાને સંબોધતા જણાવે છે કે આચાર્યશ્રીના આશીર્વાદ અને સંતોના માર્ગદર્શન તથા મહેનતથી લાભો હરિભકતો નવ દિવસથી ઐતિહાસિક મહોત્સવ માણી રહ્યા છે. મને પણ જીવનમાં સંતોના માધ્યમથી સ્વામીનારાયણ ભગવાનના આશીર્વાદ મળ્યા છે. દર પૂનમે હજારો લોકો વડતાલધામમાં આવે છે. ભગવાનને શૈક્ષાપત્રનું સર્જન કર્યુ છે ઉપરાંત સારી રીતે જીવન જીવવા માટેનું જ્ઞાન આપ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇનું સુત્ર સૌનો સાથ સૌનો વિકાસનો છે. વડતાલધામ માત્ર સ્વામીનારાયણ સંપ્રાદાયનું નહિ પરંતુ સમગ્ર હિન્દુ સમાજનું આસ્થાનું ધામ બની ગયું છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
