તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
એસીબીએ મરિન પોલીસ, ધોલાઇ બંદર, નવસારીમા આઇફોન માંગતા PI દિનેશ કુબાવતને રંગેહાથ ઝડપ્યા
છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરેલ

નવસારી જીલ્લામાં આવેલ ધોલાઇ બંદર મરીન પોલીસના પીઆઇ દિનેશ કુબાવતને આઈફોનની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર સામે રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ સ્વીકારી લાંચનો ગુન્હો દાખલ કરાયો છે .
આ કામના ફરીયાદી નવસારી જીલ્લામાં આવેલ ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે, આ કામના આક્ષેપિતે તેઓને અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવેલ અને તમારે છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરેલ.
પરંતુ ફરીયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદ આધારે આજરોજ એ.સી.બી. ટીમે લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર, નાઓએ રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ સ્વીકારતા ઝડપાયા હતા
ટ્રેપીંગ અધિકારી તરીકે બી .ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ તથા સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત રહ્યા હતા
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
