<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

સોના ચાંદીમાં ભાવ ઘટાડાને બ્રેક :સોનામાં રૂપિયા 300 અને ચાંદી રૂપિયા 500 વધ્યા

અમદાવાદ ખાતે બન્ને કિંમતી ધાતુના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો નોંધાયો

અમદાવાદ : વિશ્વ બજારમાંથી મળેલા મિશ્ર ડેટા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો છે. US ફેડરલ રિઝર્વની નીતિઓ અને ચીન તરફથી આર્થિક સંકેતો વચ્ચે ભાવ પર અસર જોવા મળી છે. અમદાવાદ ખાતે બન્ને કિંમતી ધાતુના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો નોંધાયો છે.

ગુરુવારની રાત્રે અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દરોમાં ઘટાડો થવા અંગે કોઈ ઉતાવળ નહીં હોવાની વાત કરી છે. આ સાથે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે મોંઘવારીનો દર નિયંત્રિત કરી બે ટકા કરવાનો છે. આ નિવેદન બા કિંમતી ધાતુના ભાવમાં મંદીના સંકેત મળ્યા છે, કારણ કે વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા નબળી જણાય છે. બીજી બાજુ ચીનમાંથી પણ એકંદરે મિશ્ર સંકેત મળ્યા છે. હોલસેલ સેલ્સમાં વૃદ્દિ જણાઈ છે, જ્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં 10 ટકાનો કડાકો આવ્યો છે.
દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો છે. અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2000 વધીને રૂપિયા 90,000 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 વધી રૂપિયા 76,800 થયા છે, જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 વધી રૂપિયા 76,600 થયો છે

(8:41 PM IST)