<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ફરી વખત ભીલ પ્રદેશ રાજ્યની માંગ: ચૈતર વસાવા દ્વારા 'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું: ચૈતર વસાવા

અમદાવાદ :હવે ફરી એક નવા રાજ્યોની માંગણીને સૂર રેલાયો છે, નર્મદા જિલ્લાને ફરી ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત ધુણ્યું છે. ચૈતર વસાવાએ  'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત જાહેરાત કરી છે.    

'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત જાહેરાત કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, આવનારા સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજયની માંગણી કરીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું.

 

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, ‘અમારા જીવનકાળ દરમિયાન જ અમે સાથે મળીને ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને જ રહીશું, એવું અમે આજે સંકલ્પ કર્યો છે. જે સમાજ એમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તે સમાજનો અમે અવાજ બનીએ છીએ. આઝાદીથી લઈને વર્તમાન સુધી હંમેશા આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ડેમ, નેશનલ હાઈવે, રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ માટે આદિવાસી લોકોએ પોતાની જમીનો આપી છે.’

 

હવે મહત્વની વાત એ છે કે શું 29મું રાજ્ય બનશે? જે રીતે અત્યારે ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક અટકળો જોવા મળી રહીં છે. આ પહેલા પણ ભારતના અનેક વિસ્તારોમાં ભાષાના આધારે રાજ્યોની રચનાઓ થઈ છે. તો શું હવે ભીલ પ્રદેશની રચના થશે? જો કે, એ તો હવે સમયે આવે જ ખબર પડશે પરંતુ અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આદિવાસીઓ માટે નવા રાજ્યની માંગણી કરવામાં આવશે તેવી વાત કરી છે.

(8:58 PM IST)