તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
સુરતના અડાજણમાં નશામાં ધૂત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિરે સર્જ્યો અકસ્માત: ધરપકડ
અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ

સુરતના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ઓફિસરે અકસ્માત સર્જયો હતો. એસએમસીનાં અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની કારથી સર્જ્યો હતો. આ અધિકારીએ દારૂના નશામાં હોય અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઈ.
અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ અડાજણ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મનપાનાં અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાંની સાથે જ અધિકારીનાં પરિવારજનો પર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી SMC લખેલું બોર્ડ પર હટાવી દીધું હતું.
સુરતનાં અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ઓફિસર નીલંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો હતો. એસએમસીનાં અધિકારીએ પૂરપાટ ઝડપે કાર ચલાવતી વખતે તેણે પહેલા એક કારને ટક્કર મારી હતી, ત્યારબાદ કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર તોડીને કારને ખોટી દિશામાં લઈ ગયો હતો. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
