<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1765 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 22 યાર્ડમાં શું રહ્યા ભાવ ? : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 3,807.34 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 3,807.34 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1765 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1240 રૂ. અને નીચો ભાવ 951 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1500 રૂ., તલોદમાં 1325 રૂ., મોરબીમાં 1252 રૂ., જેતપુરમાં 1251 રૂ., ગોંડલમાં 1241 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,807.34 ટન મગફળીની આવક થઇ છે.

(11:16 PM IST)