તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ ૧૧૧૧ દિવડાઓથી ઝળહળી ઉઠ્યું : અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક મુનસર તળાવ, જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું
શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળના ૩૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા ૩ કલાકથી વધુની સેવા બાદ ૩૦ કીલોથી વધુ તેલ, ૩ કિલોથી વધુ દિવેટ માટેની જાળી, ૧૧૧૧ માટીના કોડિયાનો ઉપયોગ કરી દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક મુનસર તળાવ, જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે ૧૧૧૧ દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીએ ૧૧૧૧ દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠ્યું હતું. શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળના ૩૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા ૩ કલાકથી વધુની સેવા બાદ ૩૦ કીલોથી વધુ તેલ, ૩ કિલોથી વધુ દિવેટ માટેની જાળી, ૧૧૧૧ માટીના કોડિયાનો ઉપયોગ કરી દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ. દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવમાં જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવો અલૌકિક નજારો નિહાળવા જાણીતી હસ્તીઓ, માતાજીના ભક્તો, નગરજનો સહિત બહારગામથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવ ની ફરતે ૩૬૦ થી વધુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજે થી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
