તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 16th November 2024
નર્મદાનાં ભાદરવા દેવનાં મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉભરાયુ
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ થી ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા, આખીરાત મેળાને માણ્યો : ભાદરવા આવતા તમામ સંઘની સેવામાં હરેશભાઈ જયંતીભાઈ વસાવા દ્વારા જમવા અને ચાહ, નાસતા, પાણીની વ્યવસ્થા કરાઇ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં આવેલ ભાદરવા ગામે ભાથીજી દાદાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે.કાર્તિકી ચૌદસ અને પૂનમ આમ બે દિવસનો એટલેકે દેવ દિવાળી નીમીત્તે નર્મદાના ભાદરવા ગામમા ઉત્સવનો માહોલ હોઈ છે, પવિત્ર નર્મદા નદીમા સ્નાન કરીને લાખો આદિવાસી ભક્તો 10 દિવસ ઘરે જવારા વાવીને હવન કરીને જે જવારા લઈને કાગળ કામળીનાં ઘોડા બનાવીને તાલ બધ્ધ ઢોલના તાલે વિવિધ વેશ ભૂષામા પગપાળા સંઘ લઈને ભાદરવા દેવ આવે છે. ઘોડા સાથે ભાથીજી મહારાજને નમન કરી બાધા આખડી માને છે. જો માનતા હોય તો છોડાવે છે. ખાસ કરીને કાષ્ટનો ઘોડો ભાથીજી મહારાજને અર્પણ કરી માનતા પુરી કરે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો આદિવાસીઓ નાંદોદ તાલુકાની સરહદે 300 ફુટ ઊંચી ટેકેરી પર બિરાજમાન ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે .એક માન્યતા પ્રમાણે કાર્તીકી પુનમે આજ ટેકેરી પર ભાથીજી મહારાજે ગાયોની રક્ષા કાજે દુશ્મનો દ્રારા માથુ ગુમાવ્યુ હતુ. અને ત્રણ દિવસ સુધી ધડ એ ગૌરક્ષા કરી હતી. ત્યારથી જ અહી દર વર્ષે દેવ દિવાળીના દિવસે મેળો ભરાય છે.
તો વળી કાગળ અને વાંસમાંથી બનાવેલ ઘોડો એ સર્વ સામાન્ય હોય છે. એક માન્યતા એમ પણ છે કે આદિવાસીઓ પોતાના ઘરમાં જો કોઈ બીમાર પડે તો એક બાધા રાખવામાં આવે છે અને તે પણ એવી કે પુરુષ સ્ત્રી નો વેશ ધારણ કરી ભાદરવા દેવ ના મંદિર સુધી પગપાળા ચાલી ને જઈ ને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે આજે આસ્થા કહો કે શ્રધા આ આદિવાસી સમાજ પૂરી શ્રદ્ધાથી ભાથીજી દાદાને માને છે. તેમની દરેક મનોકામના ભાથીજી દાદા પૂર્ણ કરે છે.
આ મેળામાં ભાદરવા આવતા તમામ સંઘની સેવામાં હરેશભાઈ જયંતીભાઈ વસાવા દ્વારા જમવા અને ચાહ, નાસતા, પાણી ની વ્યવસ્થા કરી હતી
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
