<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ભાદરવા દેવ મેળામાં ફરવા આવેલા પરિવારનો બાળક વિખૂટો પડતાં TRB જવાનોએ મેળાપ કરાવ્યો

નસવાડી તરફ રહેતા પરિવારજનો મેળામાં દર્શનાર્થે અને ફરવા આવ્યા હતા ત્યાં ૧૦ વર્ષીય પરેશ વિખૂટો પડ્યો હતો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ભાદરવાના મેળામાં ફરવા આવેલા નસવાડીથી આગળ આવેલા પેડવન ગામના એક પરિવારનો દસ વર્ષીય દીકરો પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો હતો ત્યારે ભાદરવા બંદોબસ્તમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને દીકરો મળી આવતા જવાનોએ એમના માતા-પિતાનું શોધખોળ શરૂ કરી દીકરા ની પૂછપરછ કરતા પોતાનું નામ પરેશ જણાવ્યું હતું પિતાનું નામ અલ્પેશ ભાઈ જણાવ્યું હતું ટીઆરબી જવાનો એ આ દીકરા ના પરિવારને શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે આ છોકરાના ગામના એક ભાઈ મળી આવ્યા હતા જેથી પરેશભાઈ ના ઘરે સંપર્ક કર્યો અને પોતાના દાદા સાથે વાત કરી પોતાના દાદાએ અલ્પેશભાઈ ને સંપર્ક કર્યો હતો અલ્પેશભાઈ તાત્કાલિક સ્થળ પર આવી ટીઆરબી જવાનો સંપર્ક કરીને પોતાના દીકરા સાથે મેળાપ કર્યો હતો. આમ નર્મદા ટ્રાફિક બ્રિગેડ(TRB) જવાનો માં માછી વાસુદેવ હરનીશ ભાઈ, વસાવા અરૂણભાઇ ઉકકડભાઈ અને વસાવા પ્રહલાદભાઈ અમરસિંહભાઈ નામના ત્રણ જવાનો એ પરિવાર થી છૂટા પડેલા દીકરા ને સાચવી પરિવાર સાથે મેળાપ કરાવી માનવતાવાદી કામગીરી કરી નર્મદા પોલીસ નું નામ સાર્થક કર્યું હતું.


 

(1:09 AM IST)