<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

રાજપીપળા ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ માટે હરિદ્વારથી શક્તિ કલશ આવ્યો

આ કલસ રાજપીપળાની સોસાયટી તેમજ દરેક તાલુકામાં ફરશે, જેથી રાજપીપળાના ૧૦૮ કુંડી મહાયજ્ઞની માહિતી પુરા જિલ્લામાં મળી રહે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનો વિશાળ કાર્યક્રમ હરસિદ્ધિ માતાના મંદિર પાસે જીન કંપાઉન્ડમાં જાન્યુઆરી ૨૦૨૫ તા ૨૨/૨૩/૨૪/૨૫ દરમ્યાન રાખવામાં આવેલ છે મનુષ્યમાં દેવત્વના જાગરણ અને પૃથ્વી પર સ્વર્ગના અવતરણની પ્રક્રિયા માટે પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યો છે.આવા મોટા કાર્યક્રમો માટે શક્તિ સંવર્ધન માટે શાંતિકુંજ હરિદ્વારથી શક્તિ કલશ લાવવામાં આવ્યો છે.જે રાજપીપળામાં તથા દરેક સોસાયટીમાં માં અને નર્મદા જિલ્લામાં ૧૦૮ ગામડામાં ઘરે ઘરે ફરી પૂજ્ય રામ શર્મા આચાર્યનો સંદેશો આપવામા આવશે.તા ૧૩/૧૧/૨૪ ના રોજ ગાયત્રી પરિવારના શાંતિકુંજ હરિદ્વારથી શક્તિ કલશ લઇ આવ્યા હતા, તેની સ્થાપના ગાયત્રી કાર્યાલય યુનિયન બેન્કના માળ પર સ્થાપના કરવામાં આવી, ગાયત્રી મંત્ર જાપ, આરતી ચાલીસા વગેરે પૂર્ણ કરવામાં આવી, કલશ ૩ દિવસ સુધી ઓફિસમાં રહેશે ત્યારબાદ રાજપીપળાની સોસાયટીમાં ફેરવવામાં આવશે ત્યારબાદ દરેક તાલુકામાં મોકલવામાં આવશે.જેથી રાજપીપળાના ૧૦૮ કુંડી મહાયજ્ઞની માહિતી પુરા જિલ્લામાં મળી શકે.

(1:16 AM IST)