<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

પોઇચા ગામમાં આવેલ સર્વે નંબર. ૪૯૧ વાળી જમીન પચાવી પાડનાર 6 વિરૂદ્ધ ગુનો દાખલ

આગલે દિવસે આ જ જમીન માલિકે સર્વે નંબર. ૪૮૮ વાળી તેમની જમીન મહિલાએ પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામમાં જમીન પચાવી પાડનાર છ શખ્સો સામે ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

    મળતી માહિતી અનુસાર મથુરભાઇ ઇચ્છલાભાઇ રોહિત( રહે.દીવી, નવી નગરી, તા. કરજણ જી.વડોદરા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમની પોઇચા ગામમાં  ખાતા નં.૨૦૦ સર્વે નં.૪૯૧ વાળી સયુંક્ત માલિકીની વડીલો પાર્જીત ખેતીલાયક જમીન તેમની માતા સદાબેને દાણેથી વાવણી કરવા માટે (૧) લખીબેન ઇચ્છલાભાઇ રોહિત (૨) રાયજીભાઇ વસંતભાઇ રોહિત (૩) દિનેશભાઇ વસંતભાઇ રોહિત (૪) બાબુભાઇ મગનભાઇ પરમાર (૫) ધનજીભાઇ છગનભાઇ પરમાર તથા (૬) મોહનભાઇ રતનભાઈ રોહિત (તમામ રહે.પોઇચા તા.નાંદોદ જી.નર્મદા) નાઓને આપેલ,  માતા સદાબેન હયાત હતા ત્યા સુધી જમીનનની ઉપજમાથી ભાગ આપેલ ત્યારબાદ માતા સદાબેન સને. ૨૦૦૩ મા મૃત્યુ પામતા આ તમામે તેમને તથા તેમના ભાઇ જગાભાઇને આ જમીનમાથી ઉપજનો ભાગ નહી આપતા તેમણે આ જમીનનો કબ્જો છોડવા જણાવવા છતા આ લોકો એ આજદિન સુધી કબ્જો નહી છોડી ગેરકાયદેસર કબ્જો કરી લઇ જમીન પચાવી પાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આગલા દિવસે આ જ ફરિયાદી મથુરભાઈ રોહિત એ પોઇચા ગામમાં આવેલ તેમની સર્વે નંબર. ૪૮૮ વાળી જમીન એક મહિલા એ પચાવી પાડી હોવા બાબતે ફરિયાદ આપી હતી અને હાલ સર્વે નંબર ૪૯૧ વાળી જમીન પચાવવા મુદ્દે છ સામે ફરિયાદ કરી છે.

(1:18 AM IST)