<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

સવારે ઠંડક વધીઃ જાણે શિયાળાનો ચમકારો

લઘુતમ તાપમાનનો પારો સવારે નીચે ઉતર્યોઃ જો કે બપોરે ગરમી યથાવત

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે ધીમે ધીમે શિયાળાની જમાવટ થઇ રહી હોય તેવુ વાતાવરણ સર્જાયુ છે. દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો ચમકારો અનુભવાઇ રહયો છે. જેના કારણે રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવુ વાતાવરણ અનુભવાય છે.

આજે સવારે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગાંધીનગરમાં ૧૪.૮ ડીગ્રી, પોરબંદર ૧૬.પ, રાજકોટ ૧૮.૬ અમરેલી  ૧૬.૪, વડોદરામાં ૧૭.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ વાતાવરણ હુંફાળુ થઇ જાય છે અને  જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વર્તાય છે.

બપોરના સમયે વધારે ગરમીની અસર  થાય છે. જેના કારણે ઉનાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે.

આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત રહયુ છે. અને એક જ દિવસમાં શિયાળો અને ઉનાળો અનુભવાય રહ્યો છે. (પ-૧૪)

કયાં કેટલી ઠંડી

શહેર             લઘુતમ તાપમાન

અમદાવાદ           ૧૯.પ ડીગ્રી

અમરેલી              ૧૬.૪ ડીગ્રી

બરોડા        ૧૭.૬ ડીગ્રી

ભાવનગર            ૧૯.૮ ડીગ્રી

ભુજ           ર૦.૯ ડીગ્રી

દમણ         ર૩.૦ ડીગ્રી

ડીસા          ૧૮.પ ડીગ્રી

દીવ          ૧૭.૩ ડીગ્રી

દ્વારકા         રર.૬ ડીગ્રી

ગાંધીનગર      ૧૪.૮ ડીગ્રી

કંડલા         રર.ર ડીગ્રી

નલિયા               ૧૭.ર ડીગ્રી

ઓખા         ર૩.ર ડીગ્રી

પોરબંદર             ૧૬.પ ડીગ્રી

રાજકોટ               ૧૮.૬ ડીગ્રી

સુરત          ર૧.૭ ડીગ્રી

વેરાવળ          ર૧.૭ ડીગ્રી

(10:51 AM IST)