તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 16th November 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહારાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: એક જ દિવસમાં 4 ચૂંટણી સભાને કરશે સંબોધશે
દહીસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ‘ચાય પે ચર્ચા’ અભિયાનનો પ્રારંભ કરશે:બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે JGEPCના સભ્યો સાથે પણ સંવાદ કરશે:ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની જનસભામાં હાજરી આપશે:મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે.:અંધેરી વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે પણ સભા સંબોધન કરશે.

અમદાવાદ :મુંબઈમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક પાર્ટીના નેતાઓ મુંબઈમાં પ્રચાર માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મુંબઈમાં ચૂંટણીનો પ્રચાર કરશે. તેઓ એક દિવસમાં 4 ચૂંટણી સભાને સંબોધન કરશે. આજે એટલે કે 16 નવેમ્બરે દહીસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ‘ચાય પે ચર્ચા’ અભિયાનનો પ્રારંભ કરશે.
બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે JGEPCના સભ્યો સાથે પણ સીએમ સંવાદ કરશે. ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની જનસભામાં હાજરી આપશે. મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે. અંધેરી વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે પણ સભા સંબોધન કરશે.
મહારાષ્ટ્રમાં સિંગલ ફેસમાં મતદાન થવાનું છે. ત્યારે આગામી 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેનું પરિણામ 23 નવેમ્બરેના રોજ જાહેર થવાનું છે. બીજી તરફ ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે થશે ચુંટણી અને 23 પરિણામ જાહેર કરવામાં આવશે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
