<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વ્‍યસનમુક્‍તિ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો સંદેશ આપનાર સુરાપુરાદાદા ભોળાદ ભાલના દાનભા બાપુનો કાલે જન્‍મદિવસ

સુરાપુરાધામ ભોળાદ ભાલ રાજા તેજાજી જયા ટૂકડો ત્‍યા હરી ઢુકડો સુરાપુરાદાદા રાજાજી તેજાજીના કાર્યો પૂર્ણ કરવા માટે દાનભાબાપુ ચૌહાણ નિમીત બન્‍યા

(સંજય ડાંગર દ્વારા ધ્રોલ તા. ૧૬ :.. ધંધુકા બગોદરા રોડ પર આવેલ ભોળાદ ગામે આવેલ સુપ્રસિધ્‍ધ એવા સુરાપુરાદાદા રાજાજી, તેજાજી દાદાના જગ્‍યા આવેલી છે જયાં ચૌહાણ પરીવારના દાદા અને તેમના બાનાધારી દાનભા બાપુનો આવતી કાલે જન્‍મદિવસ દિવસ છે. દાનભાબાપુ સરળ અને સહજ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે અને સાધારણ જીવન જીવે છે. ભોળાદ સુરાપુરાદાદા રાજાજી તેજાજીના જગ્‍યા પર હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. દાનભાબાપુનો દારૂ છોડાવવા સહિતના વ્‍યસન મૂક્‍તિના કાર્યો કરે છે. જે બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તેઓને પણ વ્‍યસન મૂકત્ત બની સરળ જીવન જીવવાનો સંદેશ આપે છે અને ખાસ કરીને અંધશ્રદ્ધા થી દુર રહેવા માટે પોતે મહાઅભિયાન ચલાવે છે અને લોકોને પણ તેનાથી દૂર રહેવા અપીલ કરી છે. આવતી કાલે દાનભા બાપુનો જન્‍મદિવસ નિમિત્તે તેમના અનુયાયીઓ તેમજ શુભેચ્‍છકો દ્વારા શુભકામનાઓ પાઠવાઈ રહી છે ત્‍યારે અસંખ્‍ય અનુયાયીઓ આજે તેમના દર્શનનો લાભ લેવા ભોળાદ પહોંચ્‍યા છે. ભાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી  વડામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે ૯૦૦ વર્ષ પહેલા વેલડું બચાવવા બલીદાન આપનાર સુરાપુરાધામે ખાતે વીર તેજાજીદાદા અને વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલ છે ત્‍યાંથી થોડે દુર સિધ્‍ધરાજ સોલંકી ધ્‍વારા સોમનાથ જતા યાત્રાળુ પાસે જે કર ઉધરાવાતો હતો અને મીનળદેવી એ જે જગ્‍યા પર એ નાબુદ કરાયો હતો એ સ્‍થળ આવેલુ છે જે દાણીમાતાના આરા તરીકે ઓળખાય છે ત્‍યાં રાજાજી અને વીર તેજાજીએ

 સમયે ચારણની દીકરીનું વેલડું લુંટાતું  હતુ એ ચારણની દીકરીઓની આબરુ બચાવવા વારે ચડ્‍યા ને સતરને વિધ્‍યા (૧૭ નરાધમોને માર્યા હતા) પણ પાછળથી ઘા થયો, શૂરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી ઘ્‍વારા મંદિરાના છાંટણા નાખવામાં આવ્‍યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે સંતાનોને ધોડીયામાં મુકીને પોતાના પ્રાણની આહુતી આપી પરમાર્થેના કામે પોતે જીવી ગયા એ શૂરવીરની વાત છે. વર્ષો વીતી ગયા બાદ બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીઓના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ- લોથલ રોડ પર હતી પરંતુ ગામના એક પ્રમાણ શિક્ષિત વ્‍યકિત એવા ચૌહાણને દાદાએ પ્રમાણ આપ્‍યા બાદ ૯ દાદાને વ્‍યવસ્‍થિત જગ્‍યાએ સ્‍થાપિત કરવાનો નિર્ણય કરાયો અને તા. ૨૨/૪/૧૬ ના રોજ (હનુમાન જયંતી)ના દિવસે ચૌહાણ પરીવારના સુરાપુરા દાદાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્‍થાપના કરવામાં આવ્‍યા બાદ આ જગ્‍યાએ વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાએ અંસખ્‍ય પ્રમાણ આપતા દેશ વિદેશ અને ગુજરાતભરમાંથી લોકો પોતાના દુઃખ દર્દ દુર કરવા માટે આ જગ્‍યા એક આસ્‍થાનું કેન્‍દ્ર બની ગયું છે. આ જગ્‍યાએ યુવાનોને સાચા માર્ગે દોરવા, આપણી સંસ્‍કળતિ છે તે યુવાનોમાં જાગળતી ફેલાય તે માટે કાર્યો કરવા, વ્‍યસન મુકિત કરવા, માનસીક રીતે ભાંગી પડયા હોય અને જેનો કોઈ સહારો ના રહયો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો સુરાપુરા દાદાના સાનિધ્‍યમાં દાનભા બાપુ લોકો ને સંદેશો આપે છે. અને સુરાપુરા દાદાની આ જગ્‍યાએ લાખો લોકો દર્શન કર છે તેવુ જણાવ્‍યુ હતુ.

(11:52 AM IST)