News of Saturday, 16th November 2024
સિધ્ધપુરમાં સરસ્વતી નદીમાં ભરાયેલા કાત્યોકના મેળામાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે બે લાખથી વધુ લોકો ઉમટયા
હૈયે હૈયું દળાય એવી ભીડ જામી :આખુંયે ઉત્તર ગુજરાત નદીના પટમાં ઠલવાયું હોય તેમ ઘૂઘવતા માનવ પ્રવાહને લઈ આખી રાત જીવંત બની: હજારો લોકોએ તર્પણ વિધિ કરાવી ધન્યતા અનુભવી

અમદાવાદ : ઐતિહાસિક નગરી સિધ્ધપુરમાં સરસ્વતી નદીમાં ભરાયેલા કાત્યોકના મેળામાં શુક્રવારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે બે લાખથી પણ વધુ લોકો ઉમટી પડતા હૈયે હૈયું દળાય એવી ભીડ જામી હતી. જાણે આખુંયે ઉત્તર ગુજરાત નદીના પટમાં ઠલવાયું હોય તેમ ઘૂઘવતા માનવ પ્રવાહને લઈ આખી રાત જીવંત બની રહી હતી. કાર્તિકી પૂર્ણિમાએ હજારો લોકોએ તર્પણ વિધિ કરાવી ધન્યતા અનુભવી હતી.
બ્રાહ્મ વૈવર્ત-પદ્મ પુરાણના ઉલ્લેખો મુજબ દુશાશન વધ પછી સરસ્વતી નદીમાં સ્નાન કરી પાતક નિવાર્યું હતું. લોકોના પાપ હરનારી માતા ગંગેએ પણ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં સ્નાન કરી પાપ મુક્તિ મેળવી હતી. આ સાથે યમુનાજી પણ પધાર્યા હતા. બલભદ્રજીએ પણ સરસ્વતી નદીની યાત્રા કરી હતી. તટે થળી મઠ ખાતે સવંત 1913માં ગંગા, યમુના, સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભોજન પ્રસાદમાં વપરાતું થી ખૂટી પડતા થળીના મઠના મહંતે સરસ્વતી નદીના પાણીનો ઉપયોગ કરી ભોજન પ્રસાદ બનાવી સંતો મહંતોને ભોજન કરાવ્યું હતું. ત્યારથી મેળાનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. સિદ્ધપુર જેના માટે મશહૂર છે તે માતૃ શ્રાદ્ધ બિંદુ સરોવરમાં કરવામાં આવે છે. પણ કારતક પૂનમે તર્પણ વિધિ નદીના પટમાં કરવામાં આવે છે.
સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો એટલે શેર્દીઓ મેળો તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે. માધુપાવાડિયા, એસ.ટી સ્ટેન્ડ, બેઠાપુલ, ગંજબજાર, બિંદુસરોવર તેમજ સરસ્વતી નદીના પટમાં ઠેરફેર શેરડીના ઢગ ખડકાયા રંગત માણીને પરત ફરતા યાત્રિકોના માથે શેરડીના ભારા અચૂક જોવા મળે છે. સાબરકાંઠાની શેરડીનો ભાવ 80 રૂપિયા તેમજ રાજસ્થાનની ચિતોડગઢની શેરડી 100 રૂપિયાના ભાવે ભારી વેચાય છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
