News of Saturday, 16th November 2024
લાપતા થયેલ યુવકનો મૃતદેહ મળતા અંતિમવિધિ કરી :વિજાપુર ખાતે બેસણામાં અમદાવાદથી ગુમ થયેલો યુવક આવતાં લોકો આશ્ચર્યચકિત
જે યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા તેમાં ભૂલ પરિવારની કે નરોડા પોલીસની એવા સવાલો ઊભા થઈ રહ્યા છે

અમદાવાદના નરોડામાં એક યુવક થોડાક દિવસ પહેલાં ગુમ થયો હતો. આ પછી તેના પરિવારને ગુમ થયેલા યુવકની મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહનો પરિજનોએ અંતિમસંસ્કાર કરીને વિજાપુર ખાતે બેસણું રાખ્યું હતું. જ્યાં ગુમ થયેલો યુવક આવતાં ત્યાં બેઠેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
જોકે, જે યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા તેમાં ભૂલ પરિવારની કે નરોડા પોલીસની એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે, બ્રિજેશ સુથારની માતા સ્વીકારી રહ્યા છે કે, આમાં પોલીસની અને તેમના જમાઈની ભૂલ થઈ છે. આ ઘટનાને લીધે પરિવાર પણ મૂંઝવણમાં મૂકાઈ ગયો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
