<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

૧૫૦૦૦ બાંગ્‍લાદેશી કરન્‍સી ટાંકા આપી ભારતમાં ઘુસાડવાનું મોટું ષડયંત્ર ખુલ્‍યું હોવાનું અકિલા સમક્ષ એક્‍શન ટીમના પીઆઇ અશોક ચોધરી દ્વારા ધડાકો

બાંગ્‍લાદેશી મહિલા બોગસ નામ અને ખોટા ઓળખકાર્ડ આધારે સુરતમાં ઘુસતા એસઓજી દ્વારા ઝડપી લેવાઈ : સીપી અનૂપસિંહ ગેહલોતને પોતાના આઇબીનાં કાર્યકાળનાં સંપર્ક આધારે મળેલ ઇન્‍પુટ પર ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં આખું શહેર ધમરોળી પતો મેળવી લીધા

રાજકોટ, તા.,૧૬:  બાંગલાદેશમા રહેતી મહિલાએ ખોટું નામ ધારણ કરી  ભારતીય નાગરિક હોવાના બોગસ આધારકાર્ડ, પાન કાર્ડ મેળવી પ્રતિબંધ બોર્ડરથી હાવડા કલકત્તા સુધી પહોચી અને ત્‍યારબાદ સુરતમાં અલગ અલગ જગ્‍યાએ રહેતી હોવાની બાતમી આધારે સુરત એસઓજી દ્વારા બનાવટી ડોકયુંમેન્‍ટ્‍સ સાથે ઝડપી લીધાનું પીઆઇ અશોક ચોધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.                            

સુરતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં આઇબી સમયના કાર્યકાળ દરમિયાન કેન્‍દ્રીય એજન્‍સીઓ સાથે તેમના સંબંધો અંતર્ગત બાંગ્‍લાદેશથી બોગસ ઓળખ કાર્ડ આધારે ઘૂસી રહ્યાની ઇનપુટ આધારે તેવો દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે ચર્ચા કરી, એસઓજી ટીમ દ્વારા ભૂતકાળમાં આ પ્રકારના આરોપીઓ મોટી સંખ્‍યામાં પીસીબી પીઆઇ આર.એસ સુવેરા ટીમ સાથે સંકલન કરી ઝડપેલ હોય એસઓજી પીઆઇ અશોક ચોધરી ટીમને સુપ્રત કરેલ.

તે દરમ્‍યાન એસ.ઓ.જી..ના ASI મો.મુનાફ ગુલામરસુલ તથા HC રાજેશભાઇ નાગરીક હોવાનું પ્રસ્‍થાપિત કરવા પોતાનુ ખોટુ નામ ધારણ કરી પોતાનુ ખોટા નામના આધાર પુરાવા બનાવેલ છે. તે બાતમી આધારે એસ.ઓ.જી..ના અધિકારી/માણસોએ મહિધરપુરા દિલ્‍હીગેટ ચાર રસ્‍તા ઈન્‍ડીયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે જાહેર રોડ ઉપર સુરત ખાતેથી આરોપી રસીદાબેગમ W/O જહાંગીરઅલી શેખ ઉ.વ.૩૬ રહે.હાલ પ્‍લોટ નં.૭૫ વિશ્રામનગર સોસા. અખંડ આનંદ કોલેજની સામે વેડરોડ મહિધરપુરા સુરત મુળ વતન બરેંગા ગામ થાના તા.કેશવપુર જી.જોસર (બાંગ્‍લાદેશ)વાળીને ઝડપી પાડી તેની પાસેથી (૧) બાંગ્‍લાદેશનુ NATIONAL ID CARD. તથા (૨) ભારતીય આધારકાર્ડ (૩) મોબાઇલ ફોન નંગ-૦૧ વિગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબ્‍જે કરવામાં આવેલ

મજકુર આરોપીની પુછપરછ દરમ્‍યાન એવી હકીકત જાણવા મળેલ છે કે, પોતે બાંગ્‍લાદેશના નાગરીક હોય અને આજથી ચારેક વર્ષ પહેલા બાંગ્‍લાદેશી એજન્‍ટ મારફતે કુલ- ૧૫,૦૦૦/- બાંગ્‍લાદેશી કરન્‍સી ટાકા આપી બાંગ્‍લાદેશના JASHORE જીલ્લાથી બાંગ્‍લાદેશની પ્રતિબંધિત બોર્ડર થી ભારતના પશ્વિમ બંગાળ રાજયના BANGOAN ખાતેથી પ્રવેશ કરાવી હાવડા રેલ્‍વે સ્‍ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવી અલગ અલગ જગ્‍યાએ ભાડેથી રહેતી હતી.

(1:45 PM IST)