<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ગ્‍લાન્‍ઝા, અર્બન ક્રુઝર ટાઇઝર અને અર્બન ક્રુઝર હાઇરાઇડરના સ્‍પેશિયલ લિમિટેડ એડિશન રજૂ

ટોયોટો કિર્લોસ્‍કર મોટર દ્વારા

અમદાવાદઃ ટોયોટોએ તેના લોકપ્રિય મોડલ્‍સના સ્‍પેશિયલ લિમિટેડ એડિશન રજૂ કર્યો છે. ગ્‍લાન્‍ઝા અર્બન ક્રુઝર ટાઇઝર અને અર્બન ક્રુઝર હાઇરાઇડર, તાજેતરમાં રજૂ કરાયેલ ફેસ્‍ટિવલ લિમિટેડ એડિશનને મળેલા જવારદસ્‍ત પ્રતિસાદને પગલે, આ સ્‍પેશિયલ લિમિટેડ એડિશન ટોયોટા જેન્‍યુઇન એકસેસરી પેકેજની ઓફર સાથે ગ્રાહક કેન્‍દ્રિત વચનબદ્ધતાને એક પગલું આગળ ધપાવે છે.

ગ્રાહકોને તેમના વાહનોને વ્‍યકિતગત કરવાની મંજૂરી આપીને, આ સ્‍પેશિયલ લિમિટેડ એડિશન, ખરીદદારોને તેમની પસંદના ટોયોટો મોડલને અનોખા શૈલી અને ઉચ્‍ચ કાર્યક્ષમતાના મિશ્રણ સાથે અપગ્રેડ કરેલા વર્ઝનને પસંદ કરવાનો વિકલ્‍પ આપે છે. આથી, ગ્રાહકો સ્‍પેશિયલ લિમિટેડ એડિશન પેકેજ અથવા વર્ષના અંતની વિશિષ્‍ટ ઓફર્સમાંથી પસંદગી કરી શકે છે. સ્‍પેશિયલ લિમિટેડ એડશન ઉપરાંત ટોયોટા  ગ્‍લાન્‍ઝા, અર્બન ક્રુઝર ટાઇઝર અને રુમિયન (સીએનજી ઓડલ સિવાય) માટે વર્ષના અંતની રૂ. ૧ લાખથી વધુની વિશિષ્‍ટ ઓફર્સ આપી રહી છે. આ અદ્ધુત ગ્રાહક લાભો ૩૧ ડિસેમ્‍બર સુધી ઉપલબ્‍ધ રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે

(4:47 PM IST)