<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ભારતના પરિપ્રેક્ષ્યમાં ના વિષય પર સિંગાપુર ખાતે પ્રેઝન્ટેશનનું આયોજન

ટેકસેશન, રેગ્યુલેશ્ન્સ, અને ઇન્વેસ્ટમેન્ટ બદલતા

અમદાવાદઃ ભારતમાં રહેલ મિલ્કતોનું વિલ બનાવવું જેવા અનેક વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અોસ્ટ્રિલયામાં રહેતા નોન રેસિડેન્ટ ઇન્ડિયન ઍનઆરઆઇ માટે આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેકસેશન, રેગ્યુલેરન્સ, અને ઇન્વેસ્ટમેન્ટ બદલતા ભારતના પરિપ્રેક્ષ્યમાં ના વિષય પર પ્રેઝન્ટેશનનું આયોજન જાણીતા ટેકસ ઍન્ડ ફાયનાન્સીયલ કન્સલ્ટન્ટ અને આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા.લી. ઍમ.ડી. અને સી.ઇ.અો. શ્રી દક્ષેશભાઇ કોઠારી તથા સી.ઍ. સી.ઍફ.પી. રાજીત દક્ષેશભાઇ કોઠારીનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનું તા.ર૩ ના રોજ સિંગાપુર ખાતે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમના વકતા દક્ષેશભાઇ કોઠારી દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી યુનિયન બજેટ પર અને નોન-રેસીડન્ટ ઇન્ડિયન (ઍનઆરઆઇ) માટે છેલ્લા ૮ વર્ષથી ઇન્કમટેક્ષ તથા રોકાણનું આયોજન અને વારસાઇ હકક અંગેનું આયોજન જેવા અનેક વિવિધ વિષયો પર રાજકોટ તથા અમદાવાદ ખાતે સંખ્યાબંધ સેમિનારોને સંબોધિત કરેલ છે. આ કાર્યક્રમના બીજા વકતા સીઍ. રાજીત દક્ષેશભાઇ કોઠારી ડેલોઇટ ઇન્ડિયામાં મુંબઇ ખાતે ઇન્ટરનેશનલ ટેક્ષેસનમાંથી અનુભવ પ્રા કરેલ છે. ડેલોઇટ ઇન્ડીયા દુનિયાની સૌથી મોટી ૪ ટેક્ષેસન ફર્મમાં સ્થાન ધરાવે છે. તદ્ઉપરાંત તેઅો સર્ટિફાઇડ ફાયનાન્સીયલ પ્લાનર હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:35 PM IST)