<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વડતાલધામ મહોત્‍સવ અનેક રીતે બન્‍યો ઐતિહાસિક, અભૂતપૂર્વ, અવિસ્‍મરણીય

મુખ્‍ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્‍વામી વર્ણવે છે વિશેષતાઓ

નડીયાદ તા. ૧૬: સ્‍વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્‍ધ ધર્મસ્‍થાન વડતાલધામ (ખેડા જિલ્લો) ખાતે તા. ૭ થી ૧પ નવેમ્‍બર સુધી શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ યોજાયેલ. આ મહોત્‍સવ અનેક રીતે અભૂતપૂર્વ, ઐતિહાસિક અને અવિસ્‍મરણીય બની રહ્યો છે. વડતાલધામ મંદિરના મુખ્‍ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્‍વામીજીએ સમગ્ર મહોત્‍સવની   વિશેષતાઓની ઝલક દર્શાવી છે.

* પ૦૦૦થી વધુ મહિલાઓની કળશયાત્રા, જલાભિષેક બાદ કળશ મહિલાઓના સ્‍મૃતિરૂપે અર્પણ.

* ૧૭૦૦થી વધુ સંતોની નિરંતર હાજરી. તેમના માટે મહાપ્રસાદની એલાયદી વ્‍યવસ્‍થા. રોજ ૩૦૦૦ સંતોની અવરજવર.

* ર૦૦ થી વધુ જાણીતી નદીઓનું જળ એકત્ર કરી તેનાથી ભગવાનનો અભિષેક.

* ભગવાનને ૮ાા કિલો સોનામાંથી બનાવવામાં આવેલા વાઘા પહેરાવવામાં આવ્‍યા.

* ૧પ વીઘાથી વધુ જમીન પર ૧૦૮ કુંડી મહાયજ્ઞ યોજાયેલ.

* ૪ર૦૦ વીઘા જમીન પર ભાવિકોના ઉતારા માટે ટેન્‍ટ સીટી બનાવેલ.

* અબાલવૃધ્‍ધ સૌને ગમે તેવું સાંસ્‍કૃતિક પ્રદર્શન યોજાયું હતું.

* નૂતન વર્ષ પ૦૦૦થી વધુ વાનગીઓનો અન્‍નકૂટ

* ભારત સરકાર દ્વારા રૂપિયા પ ની કિંમતની ટપાલ ટીકીટનું અનાવરણ.

* રૂા. ર૦૦ના ચાંદીના સિકકાનું લોકાર્પણ.

* સનાતન પરંપરાના મહામંડલેશ્‍વરોની મહોત્‍સવમાં હાજરી અને પ્રવચન.

* રાજયપાલ, મુખ્‍યમંત્રીની હાજરી અને વડાપ્રધાન દ્વારા ઓનલાઇન સંબોધન.

* રોજના દોઢ લાખ લોકોએ શિસ્‍તબધ્‍ધ રીતે ભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્‍યો. રસોઇ બનાવવાની અને જમાડવાની જમાવટવાળી વ્‍યવસ્‍થા.

* ૧ર૦૦૦ સ્‍વયંસેવકોની ફોજ ખડેપગે.

* ૬૦૦૦થી વધુ બિનનિવાસી ભારતીઓનું આગમન, તેની વ્‍યવસ્‍થામાં ૩૦૦ એન.આર.આઇ. રહ્યા.

* વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો અને મધરાત સુધી સાંસ્‍કૃતિક કાર્યક્રમો. મહોત્‍સવ સ્‍થળે રાઉન્‍ડ ધ કલોક ચહલપહલ

* આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્‍તે ૩પ થી વધુ યુવાનોને સંત તરીકે દિક્ષા.

* કુંડળવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામી અને સરધારવાળા શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામીના વ્‍યાસાસને કથા-પારાયણનો લાભ.

ઉપરાંત બીજી અનેક વિશેષતાઓ મહોત્‍સવમાં જોવા મળી હતી.

(3:58 PM IST)