News of Saturday, 16th November 2024
પ્રવીણકાકાના પરિવારનું સંઘ દ્વારા અપમાન
પ્રવીણભાઇ મણીયારના પરિવારે ચાર વર્ષ પુર્વે સવા કરોડની મિલ્કત સંઘને દાન આપી હતીઃ ભૂમી પુજનમાં મણીયાર પરિવારને આમંત્રણ નહિઃ પ્રવીણકાકાનું નામ પણ ભવનને ન અપાયું: વિશ્વાસ ભંગ, સ્વયંસેવકો દંગ
.jpg)
સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આરએસએસ અને ભાજપના પાયાના પથ્થરોમાં રહેલા રાજકોટના મણિયાર કુટુંબ અને સંઘ તેમજ ભાજપ વચ્ચેની ટક્કર ફક્ત નાગરિક બેંક પુરતી જ મર્યાદિત હોય તેવા સંકેતો નથી. પરંતુ સીધી મોટા એક ઘટસ્ફોટમાં સ્વ. પ્રવિણભાઈ મણિયાર કે જેમને સઘ પરિવાર અને ભાજપમાં પ્રવિણકાકાના નામથી સૌ ઓળખતા હતા. અને રાષ્ટ્રીયસ્તરે પણ જેમનું આરએસએસમાં યોગદાન હતું તેમજ રાજકોટને પ્રથમ એન્જીનીયરીંગ અને આર્કિટેક્ટ કોલેજની ભેટ આપી હતી તેમનું જ યોગદાન હવે સંઘ પરિવાર સાવ ભુલી ગયું છે. એક તરફ કલ્પકભાઈ મણિયારને નાગરિક બેંકમાં સત્તા માટે ચૂંટણી લડી રહ્યા હોય તેવો આક્ષેપ સંઘ અને ભાજપ પરિવારમાંથી થઈ રહ્યો છે તે વચ્ચે હવે તા.૧૦ના રોજ રાજકોટના ૧૪ પંચનાથ પ્લોટ ખાતે આવેલા સ્વ. પ્રવિણકાકાના નિવાસસ્થાન કે જે તેઓએ આરએસએસને અર્પણ કર્યું હતું તે ઇમારત હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગરનું ભવન બની રહ્યું છે પરંતુ તેમાં સમગ્ર મણિયાર પરિવારનું યોગદાન સંઘ અને તેમની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે ભુલાવી દીધું છે.
વાસ્તવમાં પ્રવિણકાકાની ચોથી પૂણ્યતિથિએ પંચનાથ પ્લોટની કરોડોની કિંમતનું આ નિવાસસ્થાન તેમના પરિવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘને અર્પણ કરવામાં આવ્યું હતું અને તેમાં શિક્ષણ સંખ્યા બને અને વિદ્યાથી વિકાસની પ્રવળત્તિઓ હાથ ધરાય તે હેતુથી મણિયાર પરિવારે આ કિંમતી મિલ્કત સંઘને ચરણે ધરી દીધી હતી. જેમાં તે સમયે આ ભવનનું નામ પ્રવિણ કાકા સ્મળતિ ભવન રાખવાનો પણ નિર્ણય લેવાયો હતો. પ્રવિણકાકાના પુત્ર અપૂર્વભાઈ મણીયારએ તે સમયે વિદ્યાર્થી વિકાસ ટ્રસ્ટને બક્ષીસ દસ્તાવેજ પણ બનાવી દેવાયો હતો. પ્રવિણકાકાની સ્મળતિ સાથે જોડાયેલા આ મકાનમાં તેમની જ ઈચ્છા મુજબ શિક્ષણ અને વિદ્યાર્થી સંબંધી પ્રવળત્તિ થાય તેને ભુલાવીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હવે તેનું મહાનગર કાર્યાલય તરીકે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મણિયાર પરિવારની લાગણી મુજબ અહીં બનનારી ઈમારતને પ્રવિણકાકા સ્મળતિ ભવનનું નામ આપવાનું હતું તે પણ આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં તેના ભૂમિ પૂજનમાં પ્રવિણકાકાના ધર્મપત્ની પ્રેમીલાબેન કે મણિયાર કુટુંબને આમંત્રણ પણ અપાયું ન હતું. અને આ રીતે મણીયાર પરિવારને નજર અંદાજ કરી સંઘ પરિવારએ પોતીકી મિલ્કતની જેમ તેનો ઉપયોગ કરવા નિર્ણય લેતા સંઘના સ્વયંસેવકોમાં ભારે રોષ પ્રવર્તી રહયો છે. અને તેના પડઘા આગામી દિવસોમાં પડે તેવી શકયતા છે.
હાલમાં જ વિદ્યાર્થી પરિષદે દાનમાં મળેલી મિલ્કત પોતીકી બનાવી લીધી તે સૂર પ્રભાવ એ ૧૪-પંચનાથ પ્લોટ ખાતે મણિયાર કુટુંબની માલિકીનું છે અને જ્યારે કાજકોટ કે સમગ્ર ગુજરાતમાં ભાજપ કે સંઘનું ભાગ્યે જ કોઈ અસ્તિત્વ હતું તે સમયે પ્રવિણકાકાએ એક ધૂણી ધખાવીને સંઘને માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વ્યાપક કાર્ય કર્યું હતું એટલું જ નહીં આ ઈમારત સાથે અટલ બિહારી, બાજપેઈ, એલ.કે. અડવાણી, આરએસએસના વર્તમાન વડા મોહન ભાગવત અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો અહીં મુલાકાત લઈ ચૂકયા છે અને આરએસએસ અને સંઘની અનેક બેઠકો પણ અહીં યોજાઇ ચૂકી છે. પ્રવિણકાકાએ છેલ્લા શ્વાસ સુધી સંઘ અને ભાજપ માટે જે યોગદાન આપ્યું તેનો જવાબ વિદ્યાર્થી પરિષદે આ રીતે આપ્યો હતો કે તેમના જ આવાસ પર નવી બનનારી ઈમારતમાં પ્રવિણકાકાની સ્મળતિની બાદબાકી કરી.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
